રાજય સરકારે આધારકાર્ડમાં સુધાર વધારા માટે ફિ નાબુદ કરતાં આણંદ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેલા આધારકાર્ડ કેન્દ્રમાં સુધારાવધારા માટે લાંબી લાંબી કતારો લાગે જોવા મળી હતી. અેક જ દિવસમાં 300 ટોકન ઇશ્યુ કરી કામગીરી કરાઇ હતી.
આધારકાર્ડ કેન્દ્રમાં માત્ર 2 કર્મચારીઓ હોવાથી અરજદારો ત્રણ કલાકનો સમય બગડતા રોષ જોવા મળ્યો હતો. ત્યારે આણંદ શહેરમા વધુ આધારકાર્ડ કાઢવા માટે કેન્દ્ર વધારવામાં આવે તેવી માંગ ઉઠી છે. કારણ કે હાલમાં જિલ્લામાં 15 લાખ વધુ લોકો આધારકાર્ડ છે.તેઓને જન્મ તારીખ, નામ ફેરબદલ સહિતના સુધારા તેમજ આધારકાર્ડ અપડેટ કરવાના થાય છે. જેથી આગામી દિવસો કેન્દ્ર ભારે ભીડ જામે છે.
આણંદ શહેરમાં 1.80 લાખ આધારકાર્ડ ધારકો છે.જેમાંથી 1.10 લાખ લોકોના આધારકાર્ડ 10 વર્ષ કે તેથી વધુ સમયના જૂના છે.તેવા લોકોને આધારકાર્ડ અપડેટ કરવા ફરજીયાત છે. જેના કારણે હાલમાં આધાર કેન્દ્ર પર લોકોની ભારે ભીડ જામે છે.
ત્યારે આજથી 4 વર્ષ અગાઉ આણંદ શહેરમાં 5 થીવધુ જગ્યાએ આધારકાર્ડ કેન્દ્ર ચાલતાં હતા જેથી લોકોને મુશ્કેલીઓ પડતી ન હતી. હાલમાં માત્ર 2 જગ્યાએ ચાલે છે. ત્યારે આણંદ તાલુકા પંચાયત સહિત અન્ય એક જગ્યાએ આધારકાર્ડ કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.