તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જળસંકટના ગ્રહણ વચ્ચે તંત્ર હેન્ડપંપના સહારે : 365 હેન્ડપંપ ફરી શરૂ કરાયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખંભાત, તારાપુર પંથકમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે

હાલમાં વરસાદના અભાવે જળસંકટ તોડાઇ રહ્યું છે ત્યારે આણંદ જિલ્લા વહીવટી તંત્રએ પીવાના પાણીની લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે નહીં તે માટે બંધ હેન્ડપંપ રીપેર કરવા આદેશ કર્યા હતા. જેના ભાગરૂપે તંત્રએ ત્રણ ટીમોની મદદથી ચાર માસમાં ગામડાઓ સહિત પરા વિસ્તારોમાં ઘણા સમયથી બંધ પડી ગયેલા 365 હેન્ડપંપ તાત્કાલિક ધોરણે રીપેર કરીને શરૂ કરી દેવાયા હતા.

આણંદ જિલ્લા પાણી પુરવઠા યાંત્રિક પેટા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં જનતાને પીવાના પાણીની મુશ્કેલીઓ પડે નહી તે માટે શહોરો ,ગામડાઓ અને પરાવિસ્તારમાં 3744 હેન્ડ પંપ તૈયાર કરવામાં આવ્યા હતા.જે તૈયાર કર્યા બાદ જાળવણી માટે ગ્રામ પંચાયતોને જવાબદારી સોંપવામાં આવી હતી.

આણંદ જિલ્લામાં બોરસદ તાલુકામાં 783, ખંભાત તાલુકામાં 486, પેટલાદ તાલુકામાં 522, ઉમરેઠ તાલુકામાં 441, આંકલાવ તાલુકા 778 હેન્ડપંપ તૈયાર કરીને પીવાનું પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે યાંત્રિક વિભાગ મદદનીશ ઇજનેર અંજનાબેન રાઠોડે જણાવ્યું કે, આણંદ જિલ્લા વિભાગ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી.જેમાં બગડી ગયેલા હેન્ડપંપની ફરિયાદ મળતાની સાથે ત્રણ ટીમો દ્વારા પંપની રીપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવતી હતી. જિલ્લામાં 365 જેટલા બગડી ગયેલા હેન્ડપંપ રીપેર કરીને શરૂ કરી દેવામાં આવ્યા છે.

ખંભાત, તારાપુર પંથકમાં સર્વેની કામગીરી હાથ ધરવામં આવી રહી છે. તારાપુર પંથકમાં પીવાનું પાણી ક્ષારવાળુ આવતું હોવાથી યાંત્રિક વિભાગ દ્વારા સૌથી ઓછા તારાપુરમાં ફકત 62 હેન્ડપંપ બનાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...