તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આણંદના બાળકને નવજીવન મળ્યું:જન્મતાની સાથે બાળકના ડિડાઇમર 21 હજારથી વધુ હતા, 18 દિવસમાં ડૉક્ટરે નવજીવન બક્ષી માતાના ખોળામાં રમતું મૂકયું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સારવાર કરીને નવજીવન આપનાર સ્ટાફ સાથે બાળક - Divya Bhaskar
સારવાર કરીને નવજીવન આપનાર સ્ટાફ સાથે બાળક
  • માતાના શરીરમાં વાઇરસગ્રસ્ત બનેલા એન્ટિબોડીઝ બાળક માટે જોખમકારક બન્યાં

નડીયાદની નિર્મિતા અખાજાને ખાનગી હોસ્પિટલમાં પ્રસૃતિ માટે દાખલ થયા હતા.તેઓ 20 એપ્રિલ એક નવજાત બાળકને જન્મે આપ્યો હતો. જન્મતાની સાથે બાળક શ્વાસની તકલીફ જણાઇ હતી જેથી આણંદની આકાંશ હોસ્પિટલમાં દાખલ કરાતાં ત્યાં ડૉ. બિરાજ ઠકકરે જણાવ્યું હતું કે, બાળકનું ઓક્સિજન લેવલ 85 જ હતું, બ્લડ પ્રેશરઓછું હતું. હદયનું પંપિગ ઓછું હતું, મેડિકલ રોપોર્ટ એસિટની માત્રા વધારે હતી. લિવર અને કિડની રિપોર્ટ ગંભીર હતો. માતા અને બાળકનો રીપોર્ટ નેગેટીવ હતો. તેમજ છતાં એન્ટીબોડી શરીરે નુકશાન કર્યું હતું. 500ની જ્ગ્યાએ 21 હજાર ડિડાઇમર હતું. જેથી 7 દિવસ વેન્ટીલેટર પર રાખ્યાબાદ ઓક્સિજનની મદદ 18 દિવસમાં બાળકને નવજીવન આપીને માતાને સોંપાયું હતું.

માતા સાથે પુત્રની તસવીર
માતા સાથે પુત્રની તસવીર

આણંદમાં અત્યાર સુધી 3 બાળકોમાં આવા લક્ષણો જણાયા
માતાને થયેલા કોરોના સામે લડી આવેલા એન્ટીબોડી બાળકના ગર્ભ પ્રવેશ ત્યારે તેની કિડની,હદય અને લિવરને નુકશાન કરે છે.તેને મલ્ટી સિસ્ટમ ઇન્ફેલેમેટરી સિન્ડ્રોમ ઓફ ન્યુબોર્ન તરીકે ઓળખાય છે. આણંદ 3 બાળકોમાં આવા લક્ષણો હતાં. જેમાંથી 2નું ડિડાઇમર 8000ની આસપાસ હતું.

ગર્ભવતી મહિલાએ શરદી, ખાંસી હોય તો ટેસ્ટ કરાવવો
ગર્ભવતી માતાને શરદી ખાસી થયાં હોવ તેવો એન્ટીબોડી સારી હોય તો કોરોના હોવા છતાં મટી જાય છે,પણ માતાના એન્ટીબોડી બાળકના ગર્ભ જાય ત્યારે બાળક હદય,કિડની સહિતના ભાગોને નુકશાન થાય છે. શ્વાસ લેવા સહિતની તકલીફ થાય છે માતના એન્ટીબોડીએ દિકરા માટે જોખમ રૂપ સાબિત થાય છે.જેથી ગર્ભવતી માતાઓ શરીદ ખાંસી થાય તો ટેસ્ટ કરાવી ફિઝીશયન ડોકટર સલાહ મુજબ સારવાર લેવી જોઇ. - ડૉ બિરાજ ઠકકર ,આકાંશા હોસ્પિટલ આણંદ

અન્ય સમાચારો પણ છે...