કાર્યક્રમ:વીજળી આવવાથી ગામડાના ગરીબોને પણ રોજગારીનો અવસર મળ્યો : ગોવિંદ પરમાર

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમરેઠમા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભવિષ્ય વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયો

ઉમરેઠમા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજ્જવલ ભવિષ્ય વીજળી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ત્યારે ઉમરેઠનાં ધારાસભ્ય ગોવિંદભાઇ પરમારે જણાવ્યું હતું કે વીજળી આવવાના લીધે ગામડાના ગરીબોને પણ રોજગારીનો અવસર મળ્યો છે.આજે ગુજરાતના ગામડે-ગામડે વીજળી મળી રહી છે.

વીજળીના લીધે ઉદ્યોગો ગુજરાતના ખૂણેખૂણે વિકસ્યા હોવાનું વધુમાં ઉમેર્યું હતું. આ પ્રસંગે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમારે વીજળીના લીધે ખેતીની આવકમાં વધારો થયો છે અને ખેડૂતોની મહેનત ઘટી છે. અવિરત વીજ પ્રવાહના લીધે વિદ્યાર્થીઓ ઈન્ટરનેટના માધ્યમથી ઘરબેઠા જ અભ્યાસ અને ભરતી પરીક્ષાની તૈયારી કરીને પોતાનું અમૂલ્ય ભવિષ્ય ઘડી રહ્યા છે. વીજળીના લીધે મહિલાઓના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે.

પુર્વ સાંસદ શ્રી લાલસિંહ વડોદિયાએ જણાવ્યુ હતુ કે સોલર રૂફ ટોપ, રીન્યુએબલ એનર્જીને મહત્તમ ઉપયોગ કરવાની જણાવી સરકાર ખેડૂતોને ખેતી વિષયક ઊર્જામાં સબસીડી પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરી રહી છે. એમ.જી.વી.સી.એલ. આણંદના કાર્યપાલક ઇજનેર જે. બી. દાણી ઉજજવલ ભારત – ઉજજવલ ભવિષ્ય કાર્યક્રમની ઝાંખી કરાવી ઊર્જા ક્ષેત્રે હાંસલ કરવામાં આવેલ સિધ્ધિઓની ગાથા વર્ણવી હતી. તેમણે વધુમાં સરકાર અને ઊર્જા વિભાગ “સેવા એજ સાધના” સૂત્રને સાર્થક કરી રહી હોવાનું જણાવ્યું હતું.

આણંદના અધિક્ષક ઇજનેર એમ. ડી. રાઠવાએ સરકાર અને ઊર્જા વિભાગના સામુહિક ઉપક્રમે હાથ ધરવામાં આવેલ વિવિધ યોજનાઓ ક્ષેત્રે હાંસલ કરેલ સિધ્ધિઓની વિગતો આપી છેવાડાના માનવીઓના ઉત્થાન માટે પૂરી પાડવામાં આવી રહેલ સેવા-સુવિધાઓ વિશે જાણકારી આપી હતી.આ કાર્યક્રમમાં આણંદ પ્રાંત અધિકારી વિમલકુમાર બારોટ, મામલતદાર વંદનાબેન પરમાર, ઉમરેઠ તાલુકા પંચાયત પ્રમુખ રંજનબેન પરમાર, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન પટેલ, હર્ષ શહેરવાળા સહિત અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...