તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જીલ્લામાં વરસાદ પડતાંની સાથે રસ્તાઓ બિસ્માર હાલતમાં થઇ જતા હોય છે ત્યારે વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે. આથી વહીવટીતંત્ર દ્વારા બજેટમાં માર્ગોના નવીનીકરણ માટે રીપોર્ટ કરાયો હતો. જો કે, રાજ્ય સરકારે વહીવટી મંજૂરી આપવામાં આવતા ટૂંક સમયમાં જીલ્લાના જુદાજુદા 20 માર્ગોનું નવીનીકરણ સાથે કામગીરી હાથ ધરાનાર છે.
આણંદ જીલ્લામાં વરસાદ પડતાંની સાથે જ આણંદ-સોજીત્રા રોડ સારસા ચોકડીથી ઉમરેઠ રોડ, સામરખા ચોકડી રોડ વારંવાર બિસ્માર હાલતમાં થઇ જતા વાહનચાલકોને અકસ્માતનો ભોગ બનતા ફરિયાદો ઉઠવા પામતી હોય છે. આથી આણંદ જીલ્લા પીડબલ્યુડી વિભાગ દ્વારા બિસ્માર માર્ગોની સર્વે કામગીરી હાથ ધરી રાજય સરકારને બજેટમાં વહીવટીમંજૂરી માટે રીપોર્ટ મોકલવામાં આવ્યો હતો. આ અંગે માર્ગ-મકાન વિભાગના મદદનીશ ઇજનેર જીતેન્દ્રભાઇ ભરોડીયાએ જણાવેલ કે જીલ્લાના બિસ્માર રસ્તાઓ અંગે રજૂઆત કરતા બજેટ ફાળવણી અંગે મંજૂરી આપતા ટૂંક સમયમાં 20 જેટલા માર્ગોનું નવીનીકરણ કામગીરી હાથ ધરવામાં આવશે. જેને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યો છે.
ટૂંક સમયમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરી દેવાશે
આણંદ જીલ્લામાં ટૂંક સમયમાં 20 જેટલા માર્ગોનું નવીનીકરણ હાથ ધરાનાર છે જેમાં સૌ પ્રથમ જોગણ, ખડાસા, કાણીસા, વડદલા, ફીણાવ રોડ, બોરસદ, અલારસા કોસીન્દ્રા રોડ, સાઢેલી, ડભાલી, શનાદરા રોડ, વડતાલથી વલેટવા, ચાંગા, મલાતજ, ડભોઇ, નંદોલી રોડ, લીન્ક રોડ જોઇનીંગ રોડ વિદ્યાનગરથી આણંદ રોડ, આણંદ-કરમસદ-સોજીત્રા રોડ, તારાપુર કાનાવાડા રોડ, પંડોળી-નાર રોડ, શીલી-અહીમા રોડ, ઉમરેઠ સુંદલપુરા રોડ સહીત અન્ય માર્ગો બનાવવામાં આવશે. જો કે, વર્ષો બાદ બિસ્માર હાલતમાં ફેરવાઇ ગયેલા માર્ગોનું નવીન માર્ગોથી ટુંક સમયમાં આણંદ જીલ્લાની રોનક પણ બદલાઇ જશે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.