• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • With Normal Showers In The State Dropping 2 Degrees Mercury In Charotar, The Temperature Will Remain Normal For Two Days

વાતાવરણ:રાજ્યમાં સામાન્ય છાંટાથી ચરોતરમાં 2 ડિગ્રી પારો ઘટ્યો, બે દિવસ તાપમાન સામાન્ય રહેશે

આણંદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર અને રાજયના કેટલાંક વિસ્તારમાં બે દિવસથી છુટાછવાયા વરસાદી ઝાપટા પડી રહ્યાં છે. તેના કારણે ઠંડા પવનોનું જોર વધતાં મહતમ તાપમાન 2 ડિગ્રી ઘટાડો થયો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ સુધી તાપમાનમાં સામાન્ય વધઘટ થશે. રાજયમાં વાદળો હટતાં પુનઃ ગરમીનું જોર વધે તેવી સંભાવના વ્યકત કરી છે.

આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે દેશના કેટલાંક વિસ્તારમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.જેના કારણે તાપમાન સતત વધઘટ જોવા મળી રહી છે. ચરોતરમાં સતત ત્રણ દિવસ સુધી 40 ડિગ્રીની તાપમાન રહ્યું હતું. બુધવાર સવારે ઠંડા પવનોને કારણે મહતમ તાપમાનમાં 2ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો હતો. ચરોતરમાં મહતમ તાપમાન 38 .00 ડિગ્રી, લઘુતમ તાપમાન 26.02 અને ભેજનું પ્રમાણ 89 ટકા નોંધાયું છે. જયારે પવનની ગતિ પ્રતિકલાકે 6 કિમીની નોંધાઇ છે.તેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...