તંત્રની છેલ્લી ઘડીની તૈયારીઓ:બે દિવસ મતદારોના પછી 5 વર્ષ વિજેતાઓના

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 12 ડિગ્રી ઠંડીમાં ય ઉમેદવારોને વૈશાખી પરસેવો : જિલ્લામાં જાહેર પ્રચાર પડઘમ શાંત

આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઊભા કરવામાં આવેલા 849 મતદાન મથકો પર 6061 સ્ટાફ તૈનાત કરાશે. શનિવાર બપોર બાદ દરેક તાલુકા મથકેથી પોલિંગ સ્ટાફ મતપેટી અને બેલેટ પેપર સાથે રવાના થશે.

શનિવાર રાતથી મતદાન મથક પર ગોઠવાઇ જશે. વહેલી સવાર સુધીમાં જે તે મતદાન મથક પર તમામ વ્યવસ્થા ઉભી કરી દેશે જેથી સમય સર રવિવાર મતદાનનો પ્રારંભ થઇ શકે. દરમિયાન આજે શુક્રવારે સાંજે 5 વાગ્યાથી જાહેર પ્રચાર પડઘમ શાંત થઇ જતાં ઉમેદવારો અને તેમના સમર્થકોએ પગપાળા પ્રચાર પ્રવાસ શરૂ કર્યો હતો. જેના કારણે ભરશિયાળામાં પણ તેમને પરસેવો વહી રહ્યો છે. આ બે દિવસની મહેનત તેમનું આગામી પાંચ વર્ષનું ભાવિ નક્કી કરનારી બની રહેશે.

જિલ્લામાં 180 સરપંચની બેઠકો પર 716 ઉમેદવારનું ભાવિ 7.48 લાખ મતદારો દ્વારા રવિવારે મતદાન દ્વારા ઘડવામાં આવશે. જયારે 1053 વોર્ડની બેઠકો પર 2500 ઉમેદવારોનું ભાવિ 5.38 લાખ મતદારો નક્કી કરશે. આણંદ જિલ્લામાં મત પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ તંત્રનો 1925નો સ્ટાફ ફાળવાયો છે.

ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં કુલ 69 ચૂંટણી અધિકારી અને 69 મદદનીશ ચૂંટણી અધિકારીની નિગરાની હેઠળ દરેક તાલુકામાં મતદાન થશે. તેવી જ રીતે દરેક તાલુકા મથકે તે તાલુકાની પંચાયતોની ગણતરી હાથ ધરાશે. આણંદ તાલુકાના ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે શનિવાર સવારે 19 રૂટમાં જે તે ગામના મતદાન મથકે પોલીંગ સ્ટાફ, મતપેટીઓ, બેલેટ પેપર સહિતની સામગ્રી પહોંચાડવામાં આવશે. દરેક મતદાન મથક શનિવાર સાંજથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે.

આણંદ જિલ્લાની 180ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટી તંત્રની વ્યવસ્થા

તાલુકોસરપંચઉમેદવારમતદારમતદારમતદારવોર્ડઉમેદવારમતદારમતદારમતદારમતદાનસંવેદનશીલઅતિપોલિંગપોલીસ
પુરૂષસ્ત્રીકુલસભ્યોમેદાનમાંપુરૂષસ્ત્રીકુલમથકોમથકોસંવેદનશીલસ્ટાફકર્મી
આણંદ261378810283948172053190473567525418911094119084391383359
ઉમરેઠ2699469984472291720912042996818986489541215616826219
બોરસદ391549431986321180640284704799917311715310819945341424429
આંકલાવ134824865232364810188203214112002241433541415387200
પેટલાદ2286487924535794153154386449054110686011954034696311
સોજીત્રા5201028694861977229717463685314136227015752
ખંભાત3313555365502131055781764353934235764751061202535853240
તારાપુર143719180176693684941104959898511854348934335115
કુલ1787163899073609527488661053258128968325898854841284928020760611925
અન્ય સમાચારો પણ છે...