હાડ થીજવતી ઠંડી:આણંદમાં 6.2 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા પવનથી લોકો થરથરી ગયાં, રાત્રિના તાપમાન ગગડીને 9.8 ડિગ્રી થયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ શહેર અને જિલ્લામાં બુધવારની વ્હેલી સવારથી ઠંડા હિમ પવન ફુંકાતા લોકો થરથરી ઉઠ્યાં હતાં. આ હિમ એટલા કાતિલ હતા કે લોકોએ વ્હેલી સવારે ઘરમાંથી બહાર નિકળવાનું માંડી વાળ્યું હતું. જ્યારે બપોરના સમયે પણ બહાર નિકળતા સમયે ગરમ વસ્ત્રો પહેરવા પડ્યાં હતાં.

આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગે જણાવ્યું હતું, બુધવારના રોજ મહત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 9.8 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત સવારથી જ 6.2 કિલોમીટરની ઝડપે ફુંકાયો હતો. ઉત્તર - પૂર્વ દિશામાંથી ફુંકાયેલા પવન એકદમ ઠંડા હતાં. જેના કારણે લોકો થરથરી ઉઠ્યાં હતાં. જેની અસર સામાન્ય જનજીવન પર પણ જોવા મળી હતી. લોકોએ કામ વગર ઘરની બહાર નિળવાનું ટાળ્યું હતું. જેના કારણે રસ્તા પર પણ ટ્રાફિકની અવર જવર નહિવત જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...