પતંગને માફકસર પવન:ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણે સરેરાશ 8 થી 10 કીમી ગતિથી પવન ફૂંકાવવાની સંભાવના

આણંદ/નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • શુક્રવારે સૂર્યના મકર રાશિમાં પ્રવેશ સમયે થોડા સમય માટે વાયુની ગતિ મંદ પડી શકે છે

ચરોતરમાં ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે એકંદરે સારા પવનની આગાહી છે. બપોરના થોડા સમય પવનની ગતિ મંદ પડી શકે છે પરંતુ બાકીના સમયે પતંગ રસિયાઓને ઠુમકા નહીં મારવા પડે તેવી સંભાવના છે.આણંદ કૃષિ હવામાન વિભાગના ડો. એસ. પી. યાદવે જણાવ્યું હતું કે, ગુરૂવારના રોજ વહેલી સવારથી પવનની ગતિ 8 થી 10 કિ.મી.ની વચ્ચે રહેશે. જયારે બપોરે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે તે વખતે પવનની દિશા ઉત્તર તરફથી દક્ષિણ તરફ ફંટાશે તે સમયે પવન સૂર્ય તરફ સ્થિર રહેતો હોવાથી તે સમયે તેની ગતિ ઘટી શકે છે.

બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં દિશા બદલાતાની સાથે પવનનું જોર પુન : 10 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. શનિવારે પવનની ગતિ દિવસ દરમિયાન 8 કિમીથી વધુ રહેવાની સંભાવના છે. આ બંને દિવસે પવનની ગતિ સાથે તાપમાન 10 ડિગ્રી આસપાસ રહેશે. દિવસ દરમિયાન ઠંડા પવનોનું જોર વધુ રહેશે ત્યારબાદ પવનની દિક્ષા બદલાતા ઠંડીનું જોર ઓછું થશે તેમ ડો. યાદવે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...