શિક્ષણ:ધો.10ની પૂરક પરીક્ષાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હોલ ટિકિટમાં આચાર્યના સિક્કા જરૂરી

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની માર્ચ, 2022ની લેવાયેલી પરીક્ષામાં એક કે બે વિષયમાં નાપાસ થયેલા અને ત્યારે પરીક્ષાર્થીઓની હોલ ટિકિટ બોર્ડની વેબસાઈટ ssc.gsebht.in, gsebht.in અથવા gseb.org પરથી શાળાનો ઇન્ડેક્સ નંબર તથા શાળાનો નોંધાયેલો અને મોબાઈલ નંબર અથવા ઈમેલ આઇડી દ્વારા લોગીન કરી ડાઉનલોડ કરી શકાશે તેમ આણંદ શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ.

હોલ ટિકિટની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીઓના જુલાઈ 2022ના પરીક્ષાના આવેદન મુજબ વિષય અને માધ્યમની કરાઈ કરીને હોલ ટિકિટમાં પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી, પરીક્ષાર્થીની સહી, પરીક્ષાર્થીના વર્ગ શિક્ષકની સહી તેમ જ આચાર્યના સિક્કા કરીને પરીક્ષા આપવાની રહેશે.વિષય બાબતે કોઈ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર કચેરી ખાતેના માધ્યમિક શાખાનો સંપર્ક કરવાનો રહેશે.

અન્ય સમાચારો પણ છે...