તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃક્ષાંજલી:ઓક્સિજનના અભાવે પત્નીનું મોત થયુ, પતિએ સાચી શ્રદ્ધાંજલિ આપવા પર્યાવરણમાં ઓક્સિજનની આપૂર્તિનો સંકલ્પ લીધો

આણંદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્નીની યાદમાં 10 જુન સુધીમાં 451 વૃક્ષો રોપવાનો નિર્ણય લીધો
  • વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી પત્નીને સાચી શ્રદ્ધાંજલી અર્પી

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન ઘટને લઈ મૃતકોની સંખ્યામાં વૃધ્ધિ નોંધાઈ હતી. દર્દીઓની સતત વધારાને લઈ હોસ્પિટલોમાં ઓક્સિજન બેડની પણ ઘટ વર્તાઈ હતી. જેમાં અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા હતા. માનવીય વેદના સંવેદનાને ઝાંઝોળીને મૂકી દીધી હતી. જેમાં આણંદના એક રહીશના ઘરે આ સમયમાં જ કોરોના ત્રાટક્યો અને પત્નીને હણી લઈ ગયો હતો. પરિવારમાં આ ખોટ અને વેદના કેમેય કરી વિસરાય તેવી નથી. તેની આપૂર્તિ થઈ શકે તેમ નથી પરંતુ જે કારણે પત્નીનું મોત થયું તે સમસ્યાના સમાધન અને ઉકેલની દિશામાં પ્રયત્નો કરી ચોક્કસ મનનું સમાધાન શોધી શકાય છે. કંઈક આવોજ પ્રયત્ન પત્નીના નિધન બાદ તેને સાચી શ્રદ્ધાંજલિ આપવા આણંદના ધ્રુવલ પટેલે કર્યો છે.

પત્નીનું ઓક્સિનની ઘટના પગલે મોત નીપજ્યું

આણંદ શહેરમાં રહેતા ધ્રુવલભાઈ પટેલની પત્ની નેહાબેનને કોરોનાની બીજી લહેરના શિકાર બન્યા હતા. ગત મે માસમાં તેઓ કોરોના સંક્રમિત થયા ત્યારે તેઓને ઓક્સિજન લેવલ અતિશય ઘટી ગયો હતો. ઓક્સિજન બેડ માટે ભટક્યા, રખડયા પણ કોઈ જ હોસ્પિટલમાં ઓક્સિજન સાથેનો બેડ મળ્યો ન હતો. જેના કારણે નેહાબેનને 12 મી મેના રોજ વસમું મોત નીપજ્યું હતું. ઓક્સિનની ઘટના પગલે મોત નીપજ્યું હતું. જેના પગલે સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો હતો.

સ્વ.નેહાબેન પટેલની ફાઈલ તસ્વીર
સ્વ.નેહાબેન પટેલની ફાઈલ તસ્વીર

મનોમન તેમણે પત્નીને વૃક્ષાંજલી આપવાનો સંકલ્પ કર્યો

હિન્દૂ પરંપરા મુજબ ધ્રુવલભાઈ પત્નિ નેહાબેનની મરણોત્તર લૌકિક ક્રિયા માટે સિદ્ધપુર ગયા હતા. ત્યારે કર્મકાંડી બ્રાહ્મણે તેમને પત્નિની પાછળ કોઇ એક સંકલ્પ લેવા જણાવ્યું હતું. જે દરમ્યાન તેઓને કોરોના સંક્રમણ કાળ દરમ્યાનની પત્નીની તમામ પીડા વેદનાઓનું સ્મરણ આંખો સામે તરવરતું અને કંઈક સંકેત આપતું નજરે ચઢ્યું હતું. ઓક્સિજનની ઘટ અને હોસ્પિટલોના ફોગટ ફેરાએ મન વલોવી નાખ્યું હતું. વીતી વેદના જાણે તે ઉક્તિ અનુસાર પત્નીને સાચી શ્રદ્ધાંજલિ આપવા સિદ્ધપુરમાં જ આ લૌકિક ક્રિયા દરમ્યાન જ મનોમન તેમણે પત્નીને વૃક્ષાંજલી આપવાનો સંકલ્પ કર્યો હતો. પરિવારજનોએ પણ મૃત્યુ પામેલા નેહાબેનની યાદમાં ભવિષ્યમાં પર્યાવરણમાં પુરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને તે લોક આરોગ્યને ઉપયોગી બની રહે તે માટે વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણ કરી નેહાબેનને સાચી શ્રદ્ધાંજલી અર્પી હતી.

ધ્રુવલ પટેલે જણાવ્યું હતું કે ઓક્સિજનની ઘટને કારણે મારી પત્ની અમારી વચ્ચે નથી રહી. ત્યારે પત્નીની યાદમાં 10 જુન સુધીમાં 451 વૃક્ષો રોપવાનો નિર્ણય લીધો છે. મહત્વનું છે કે ધ્રુવલભાઈ પટેલના પરિવારના સભ્યએ જમીનમાં આંબો, બીલી, આસોપાલવ, દાડમ વગેરે વૃક્ષોના છોડ રોપીને તેનું જતન કરવાની પણ જવાબદારી સ્વિકારી હતી.

અન્ય સમાચારો પણ છે...