ત્રણેય વિરૂદ્ધ કાર્યવાહી:પાડગોલમાં મારા સબંધીઓને વીડિયો કેમ મોકલે છે કહીં ઝઘડો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પેટલાદના પાડગોલ ગામે રામનગર ચરા વિસ્તારમાં વડીલોપાર્જિત જમીનની રીસ રાખીને તું મારા સગા-સંબંધીઓને મોબાઈલમાં વીડિયો કેમ મોકલે છે તેમ કહી ઝઘડો કરી લાકડીથી માર મારતાં મહેળાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. પેટલાદ તાલુકાના પાડગોલ ગામે રામનગર ચરા વિસ્તારમાં ભીખીબેન સોલંકી પરિવાર સાથે રહે છે. અને ઘરકામ કરી જીવન ગુજરાન ચલાવે છે.

ભીખીબેન સાથે નજીકમાં જ રહેતા જગદીશ દિનેશભા સોલંકીએ વડીલોપાર્જિત જમીનની રીસ રાખી ભીખીબેનના સંબંધી અલ્પેશભાઈને તું મારા સગા સંબંધીના મોબાઈલમાં વિડીયો કેમ મોકલે છે તેમ કહી ઝઘડો કરી જગદીશ દિનેશ સોલંકી, ચંપા દિનેશ સોલંકી અને સેજલ જગદીશ સોલંકીએ ભેગા મળીને લાકડીથી માર માર્યો હતો.

આ બનાવ અંગે ભીખીબેન સોલંકીની ફરિયાદના આધારે મહેળાવ પોલીસે ત્રણેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...