હુમલો:અકીકનો મામલ કેમ આપ્યો? તેમ કહી ખંભાતના શખ્સે વેપારીને માથામાં ધારીયું મારી દીધું

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાતના કાજીવાડ ખાતે રહેતા વેપારી પર અકીકનો માલ કેમ આપ્યો ? તેમ કહી શખસે માથામાં ધારીયું મારી દીધું હતું. જેના કારણે ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ અંગે ખંભાત શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો.

ખંભાતના કાજીવાડમાં રહેતા ઇરફાન હનીફ મન્સુરી અકીકનો વ્યાપાર કરે છે. 18મી નવેમ્બરના રોજ રાતના દંતારવાડામાં આવેલા ગલ્લે ચા પીવા માટે ગયા હતા. આ સમયે ખંભાતના પારસીવાડમાં રહેતા શાહનુવાઝ ઉર્ફે રાજુ હનીફ સૈયદ પણ હાજર હતો. શાહનુવાઝે ઉશ્કેરાઇ ઇરફાનને રોકી કહ્યું કે, હમણાં તું ગોવા ગયો હતો, ત્યારે મારા વેપારીને અકીકનો માલ કેમ આપ્યો હતો ? તેમ જણાવી ઝઘડો કર્યો હતો. જોકે, ઇરફાન ત્યાંથી નિકળી ગયો હતો. પરંતુ સોડા લેવા ગયા તે સમયે શાહનવાઝ ઉર્ફે રાજુ હનીફ સૈયદ, તેનો ભાઈ શહેબાઝ ઉર્ફે શબ્બુ હનીફ સૈયદ પણ ત્યાં હતાં. તેઓએ અકિકના માલ આપવા બાબતે ફરીથી ઝઘડો કર્યો હતો.

મહત્વનું છે કે આ ઝઘડામાં શાહનવાઝ ઉર્ફે રાજુ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને ધારિયું ઇરફાનના માથામાં મારી દેતાં ગંભીર ઇજા પહોંચી હતી. તેનું ઉપરાણું લઇ તેનો ભાઈ શહેબાઝ ઉર્ફે શબ્બુ પણ દોડી આવી મારમારવા લાગ્યો હતો. જોકે, આસપાસના લોકો દોડી આવી વધુ મારથી ઇરફાનને બચાવ્યો હતો. જતાં જતાં બંને ધમકી આપતા ગયા હતા કે, જો અમારા વેપારીને માલ આપ્યો તો તને પુરો કરી દઇશું. આ અંગે ખંભાત શહેર પોલીસે શાહનુવાઝ ઉર્ફે રાજુ હનીફ સૈયદ અને શહેબાઝ ઉર્ફે શબ્બુ હનીફ સૈયદ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...