વિવાદ:અમારા ઘરે કેમ પેંડા આપ્યા કહી અસ્ત્રાથી હુમલો કર્યો

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેટલાદ શહેરના નારીપાડા ફળીયાની ઘટના
  • પોલીસે હત્યા કરવાના પ્રયાસનો ગુનો નોંધ્યો

પેટલાદ શહેરના નારીપાડા ફળીયાના ચોક પાસે બુધવારે રાત્રે પુત્રીના જન્મ પ્રસંગના પેંડા વ્હેંચવાની અદાવતમાં એક શખસે અસ્ત્રાથી હુમલો કરતાં સમગ્ર મામલો પેટલાદ શહેર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બનાવમાં બે જણાંને ગંભીર ઈજા પહોંચી હતી.

આ બનાવ સંદર્ભે પેટલાદ શહેર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શખસને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. પેટલાદ શહેરમાં દિનેશભાઈ ચંપકલાલ શાહના ભત્રીજા દિશાનના ઘરે પુત્રીનો જન્મ થયો હતો. જે વાતને ત્રણ મહિના પુરા થયા બાદ ફળિયામાં તેેઓ પેંડા વહેંચતા હતા.

દરમિયાન, ફળિયામાં રહેતા કમલેશભાઈ બુધાભાઈ રાણાના ઘરે પણ પેંડા આપ્યા હતા. એ સમયે કમલેશભાઈએ અમારા તમારા પેંડા નથી જોઈતા તેમ કહી ઠપકો આપ્યો હતો. એ પછી, બુધવારે રાત્રે કમલેશભાઈએ મિત્રો સાથે બેઠેલા દિનેશભાઈ શાહ ઝઘડો કર્યો હતો.

દિનેશભાઈનો પુત્ર માલવભાઈ આવી જતા ઉશ્કેરાયેલા કમલેશ રાણાએ પોતાની પાસેના અસ્ત્રો માલવભાઈને મોઢામાં, છાતીમાં તેમજ ડાબા હાથે મારી દીધો હતો. ઝઘડામાં વચ્ચે છોડાવવા પડેલા નિકુંજ રામ પારેખ તેમજ હિરેન ઉર્ફે સોનુ પારેખને પણ ઈજા પહોંચી હતી. આ બનાવ સંદર્ભે પેટલાદ શહેર પોલીસે શખસ વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...