નિમણુંક:બંને ઓડિટર અને એકાઉન્ટટન્ટ જ કેમ ? વીસી-રજિસ્ટારની જવાબદારી જ નહીં ?

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એકાઉન્ટટન્ટે કમિટી સમક્ષ કહ્યું, વીમાની ફાઈલમાં સહી કરીને કાર્યકારી રજિસ્ટારને મોકલી આપી, પરંતુ તે પરત મળી નહોતી

વર્ષ 2020ના મે માસમાં બાયો સાયન્સ ડિપાર્ટમેન્ટમાં આગ લાગી હતી. આગમાં કરોડોનું નુકસાન થયું હતું. દરમિયાન, સમગ્ર મામલે જવાબદાર કોણ તેને લઈને એક કમિટીની નિમણુંક કરાઈ હતી. કમિટીમાં કન્વીનર પ્રો. કે. સી. પટેલ અને ત્રણ સિન્ડીકેટ સભ્ય સુનિલ એસ. શાહ, કેતન પી. પટેલ અને મેહુલ ડી. પટેલની નિમણુંક કરાઈ હતી. દરમિયાન, તેઓ દ્વારા વિવિધ પાસાઓ પર સઘન તપાસ કરાઈ હતી અને જવાબદારોના નિવેદન લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે ચીફ એકાઉન્ટટન્ટ એન. કે. ભટ્ટે જણાવ્યું હતું કે, 7 માર્ચ, 2020ના રોજ વીમાની ફાઈલમાં સહી કરીને તેમણે કાર્યકારી કુલસચિવને મોકલી આપી હતી. જે એમને પરત મળી નહોતી.

નિયમ એવો છે કે, કોઈપણ હિસાબી કામગીરીની નોંધ જે તે એકાઉન્ટટન્ટે કર્યા બાદ તેને રજિસ્ટાર પાસે અને એ પછી વાઈસ ચાન્સેલર પાસે મોકલવામાં આવતી હોય છે. ત્યારે ફાઈલ કાર્યકારી કુલસચિવ પાસે ગઈ તો પછી તેઓ જવાબદાર કેમ નહીં ? સંસ્થાના વડા તરીકે શું વાઈસ ચાન્સેલરની બંને રિપોર્ટ મુદ્દે કોઈ નૈતિક જવાબદારી બનતી નથી ? શું આ તમામ મુદ્દે સિન્ડીકેટ સભ્યો કંઈ બોલશે ખરા એ બાબત યુનિવર્સિટી સંકુલમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...