આણંદની ઘટના:'તુ મારી બહેન જોડે કેમ બોલે છે?' તેમ કહી ઘરે આવેલા બે શખ્સોએ યુવક પર હુમલો કર્યો

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બહેનના પ્રેમી હોવાનો વહેમ રાખી બે શખ્સોએ મારમારી યુવકના નાકે લોહી લાવી દીધું

આણંદમાં રહેતા યુવક અને તેની માતા ઘરે હાજર હતા જે દરમિયાન ઘરે આવેલા શખ્સોએ મારી બેન જોડે કેમ બોલે છે તેમ કહી યુવક પર તૂટી પડ્યા હતા. ગમેતેમ ગાળો બોલી માથાભારે તત્વોએ તેના હાથમાનુ લાકડાથી નાક ઉપર ઘા કર્યો હતો તેમજ ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત યુવકને 108 થકી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદના આધારે પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ ખાતે રહેતો રાહુલભાઇ સુરેશભાઇ ભોઇ (ઉ.વ.20) 8 નવેમ્બરના રોજ સવારના સાડા દશેક વાગે બાજુની ગલીમાં રહેતા મુકેશ વાધરી તથા વિકાસ વાધરી પાસે ઉછીના આપેલા રોકડા રૂ. 2000 તથા મોબાઇલ આપેલો જે મોબાઈલ લેવા માટે તેમના ઘરે ગયો હતો. ત્યારે ફરિયાદીને આ લોકોએ જણાવેલું કે અત્યારે પૈસા નથી તે પછી પૈસા આપી દઇશ જેથી રાહુલ પોતાના ઘરે પાછો આવી ગયો હતો.

ત્યારબાદ ફરિયાદી રાહુલ તથા તેની માતા તેઓના મમ્મી અને ભાઈ ઘરે હાજર હતા, ત્યારે આશરે બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે મુકેશ વાધરી તથા વિકાસ વાધરી રાહુલના ઘરે પહોંચી તેની મમ્મી ઉપર એકદમ ઉશ્કેરાઇ જઇ ગમેતેમ ગાળો બોલવા લાગ્યા હતાં અને ઉશ્કેરાઈઅને ગુસ્સે થઈ રાહુલ ઉપર તાડુક્યો કે તું મારી બેન જો ડે કેમ બોલે છે? જે આક્ષેપથી ડઘાઈ જીયેલા રાહુલ વળતો જવાબ આપતાં કહ્યું કે હું તારી બેન જોડે છેલ્લા દોઢ કહીનાથી બોલતો નથી.

બોલાચાલીમાં ઘરે આવેલા શખ્સો રાહુલને ગડદાપાટુનો માર મારવા લાગ્યા હતા. જે દરમ્યાન આરોપી મુકેશે મને તેના હાથમાનુ કાંઇક લાકડી વીંઝતા જતા ફરિયાદી રાહુલના મારા નાક ઉપર જમણી બાજુ લાકડું નાક ઉપર વાગ્યું હતુ. જેથી ભારે ઇજાને કારણે રાહુલને નાકની નશકોરી ફૂટી જતા નાકમાંથી લોહી નીકળેલ હતું.

આ દરમ્યાન રાહુલના મમ્મી અને ભાઈએ વચ્ચે પડી આ ઝગડો શાંત કરતા હતા જે દરમ્યાન મનુબેન વાઘરી પણ આવેલા અને ગમેતેમ ગાળો બોલવા લાગેલા અને આ ત્રણેય જણાઓએ ફરિયાદી રાહુલને કડક આંખે જણાવેલું કે જો હવે પછી મારી બેન તરફ જોયું છે તો તમોને અહીંયા રહેવા નહી દઇએ અને મકાન ખાલી કરાવી દઇશ તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ ઉચ્ચારી હતી

આ દરમિયાન આજુબાજુમાં રહેતા બીજા ઘણા માણસો ભેગા થઇ ગયેલા અને રાહુલને આ લોકોના વધુ મારમાંથી છોડાવ્યો હતો. આ દરમ્યાન કોઇ માણસે 108 એમબ્યુલન્સને ફોન કર્યો હતો. જે સમયસર આવી જતા ઇજાગ્રસ્ત રાહુલને તેની મમ્મી સારવાર માટે વડોદરા એસ.એસ.જી.હોસ્પીટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. આણંદ પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...