પાલિકાએ નનૈયો ભણ્યો:આણંદમાં 70 બહુમાળી બિલ્ડીંગો કોની છે ? તે અંગે કોઇ માહિતી નથી

આણંદ9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અજરદારે માહિતી એકટ હેઠળ માહિતી માંગતા પાલિકાએ નનૈયો ભણ્યો

આણંદ શહેરમાં 70 જેટલી બહુમાળી બિલ્ડીંગો ,હોસ્પિટલો અને હોટલો આવેલી છે. આ તમામ બહુમાળી બિલ્ડીંગોને આણંદ ફાયર વિભાગ દ્વારા ફાયરની સુવિધા માટે રીમાઇન્ડર નોટીસ ફટકારીને તાકીદે સુવિધા ઉભી કરવા સુચના અપાઇ છે. આણંદ એક જાગૃત નાગરિક દ્વારા બહુમાડી બિલ્ડીંગો કૌની માલિકની છે. બાંધકામની મંજૂરી કેટલી આપેલ, બિલ્ડીંગમાં પાર્કિંગની વ્યવસ્થા છે કે નહીં તે અંગેની માહિતી આણંદ નગરપાલિકા પાસે માહિતી એકટ હેઠળ માંગી હતી. પરંતુ પાલિકાએ માહિતી પુરી પાડી શકાય તેમ નથી તેવો ઉડાવ જવાબ આપીને વધુ માહીતી માટે પ્રાદેશિક કમિશ્નર રજૂઆત કરી કરવા જણાવ્યું હતું.

અરજદાર એવા આણંદ શહેરના જાગૃત નાગરિક નગીનભાઇ એ. પટેલે આણંદ નગરપાલિકા પાસે ગત 25મી ફેબ્રુઆરીનારોજ શહેરમાં આવેલી 70 જેટલી બહુમાળી બિલ્ડીંગો કંઇ ટી.પી સ્કીમમાં આવેલી છે. ફાઇનલ પ્લોટ નંબર તથા સ્કવેર ફૂટમાં બાંધકાની મંજૂરી આપેલ છે. તથા મંજૂરી પ્રમાણે બાંધકામ કરવામાં આવેલ છે કે કેમ, તથા મંજૂર થયેલ બાંધખામ કરવામાં આવ્યું હોય તેની સંપૂર્ણ માહિતી તેમજ બિલ્ડીંગોમાં પાર્કીંગની જગ્યા રાખવામાં આવી છે કે નહીં તે અંગેની માહિતી માહિતી એકટ માંગી હતી. પરંતુ આણંદ પાલિકાના સત્તાધિશોએ આ અંગે કોઇ માહિતી પુરી પાડી શકાય તેમ નથી. જેથી અરજદાર માહિતી નિયામકને રજૂઆત કરી માહિતી એકટ હેઠળ માહિતી ન આપનાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...