ધુવારણ દુષ્કર્મ કેસ:સરપંચ સમજાવવા ગયા તો પૂજારીએ ધમકાવ્યાં,તમારૂં નામ લખી મરી જઇશ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોળામાં ધૂળ પડી : 70 વર્ષીય પૂજારીએ સગીરાને બ્લેકમેલ કરી 6 મહિના શોષણ કર્યું

ખંભાતના ધુવારણ સ્થિત ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિર ખાતે રહેતા 70 વર્ષીય પૂજારીએ મંદિરમાં કચરાં-પોતાં કરવા આવતી શ્રમજીવી પરિવારની 15 વર્ષીય સગીરાના નગ્ન ફોટા પાડી લઈ તેને બ્લેકમેઈલ કરી અવાર-નવાર તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. છેલ્લાં છ મહિનાથી પૂજારી તેણી સાથે દુષ્કર્મ ગુજારતો હતો.

જોકે, સગીરા ગુમસુમ રહેવા લાગી હતી. આખરે, માતાએ તેને સમગ્ર હકીકત પૂછતાં ભાંડો ફૂટ્યો હતો. નોંધનીય છે કે, ધુવારણના સરપંચ હરિભાઇ સહિત અન્ય આગેવાનોના ધ્યાને પૂજારીની હરકતો આવી હતી.જે સંદર્ભે તેને સમજાવીને ચેતવ્યા હતા. જો કે ચોર ઉલ્ટા કોટવાલ કો દંડે તેમ 70 વર્ષીય પૂજારીએ તમામના નામ લખીને મરી જવાની ધમકી આપી હતી.

આરોપી પૂજારી અમરનાથ વેદાંતી મૂળ ઉત્તરપ્રદેશનો છે અને તે વર્ષ 2007થી ઈન્દ્રધુમ્નેશ્વર મહાદેવ મંદિરમાં રહેતો હતો અને પૂજા પાઠ કરતો હતો. દરમિયાન, મંદિરમાં ધોરણ 9 સુધી ભણેલી શ્રમજીવી પરિવારની સગીરા છ માસ અગાઉ કામ કરવા આવતી હતી. સગીરાને જોઈને પૂજારી અમરનાથની દાનત બગડી હતી અને તેણીની એકલતાનો લાભ લઈ તેણી સાથે તેણે 6 મહિના અગાઉ બળજબરી કરી હતી.

વધુમાં આરોપી અમરનાથે તેના મોબાઈલમાં જ સગીરાના બિભત્સ ફોટા પાડી લીધા હતા. જે બતાવી તેને બ્લેકમેઈલ કરતો હતો અને તેની સાથે શારીરીક સંબંધ બાંધતો હતો. છેલ્લાં કેટલાંય સમયથી કિશોરી ગુમસુમ રહેતાં તેની માતાએ તેને આ બાબતે પૂછ્યું હતું. જેમાં પૂજારીએ આચરેલી કામલીલાનો ભાંડો ફૂટતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.આખરે ગુનો નોંધી પૂજારીને જેલભેગો કરાયો હતો.

લેપટોપ, વેબ કેમેરા, કાર્ડ રીડર રાખતો હતો
પોલીસે પૂજારીની રૂમમાંથી ત્રણ મોબાઈલ, એક લેપટોપ, વેબકેમેરો, કાર્ડ રીડર અને 3 મેમરી કાર્ડ કબજે લીધા હતા.જેની પ્રાથમિક તપાસમાં 4 નગ્ન ફોટા મળી આવ્યા હતા. જેના પર તેણીનું નામ લખ્યું હતું. પોલીસે રૂા. 46 હજારનો મુદ્દામાલ કબજે લઈ તેને વધુ તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપ્યા છે.

માનસિક વિકૃતિ | બિભત્સ ફોટા વાઈરલ કર્યા હતા
થોડાં દિવસો અગાઉ માનસિક વિકૃત એવા પૂજારી અમરનાથે કિશોરીના બિભત્સ ફોટાઓ વેબ કેમેરા દ્વારા પાડી પોતાના મોબાઈલથી સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા. જેની જાણ કિશોરીને થઈ હતી. અવાર-નવાર ફોટાઓ વાઈરલ કરવાની ધમકી આપી કિશોરીના શરીરનો ચૂંથતા પૂજારીની હરકતથી તેણી ભયભીત થઈ ગઈ હતી અને તે ગુમસુમ રહેવા લાગી હતી.

અન્ય સમાચારો પણ છે...