ત્રાસ:દીકરી અવતરતાં દેરાણીને ત્યાં પરિણીતાને કામે મોકલી

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કામ કરવાની ના પાડતાં ઘરમાંથી કાઢી મૂકી

આણંદ શહેરમાં દીકરી અવતરતાં પરિણીતાને બે દીકરા ધરાવતી દેરાણીને ત્યાં કામે ધકેલવામાં આવી હતી. જે અંગે તેણે ઈન્કાર કરતાં પરિણીતાને સાસરીયાઓ ઘરમાંથી કાઢી મૂકી હતી.

આ અંગે વાત કરતાં અભયમના કાઉન્સિલર કૈલાશબેને જણાવ્યું હતું કે, આણંદની પરિણીતાએ 181, અભયમને ફોન કરતાં અમે તુરંત જ સ્થળ પર પહોંચી ગયા હતા. પરિણીતાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, તેણીને થોડાં સમય પહેલાં દીકરી અવતરી હતી. જેને પગલે સાસરીયાઓ દ્વારા તેને સારૂં રાખવામાં આવતું નહોતું. એ પછી તેની દેરાણીને બે દીકરા હોય તેના ઘરનું કામ કરવા માટે પણ તેને જ કહેવામાં આ‌વતું હતું. તેણીએ અભયમને જણાવ્યું હતું કે, તેણી પોતાના ઘરનું કામકાજ કરવા તૈયાર હતી. પરંતુ દેરાણીના ઘરનું કામ કરે ? જેથી તેણે ના પાડતાં તેને કાઢી મૂકવામાં આવી હતી. બીજી તરફ તેના ઘરના લોકોએ પણ તેને રાખવા રાજી નહોતા. જેને પગલે હાલમાં તેનું કાઉન્સેલિંગ કરી તેને સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...