તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવીપાક:આણંદ જિલ્લામાં ઘઉંની કાપણી શરૂ, શિયાળામાં ઠંડીનું પ્રમાણ એક સરખું રહેતાં આ વર્ષે ઉત્પાદન વધવાની આશા

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કુલ 58 હજાર 313 હેકટર વિસ્તારમાં પિયત ઘઉંનું વાવેતર નોંધાયું
 • ભાલ પંથકના ઘઉંની દેશ-વિદેશમાં મોટી માંગ

આણંદ જિલ્લાનો ભાલ પંથક ખેતી માટે પ્રખ્યાત છે. શિયાળાની ઋતુ દરમિયાન ભાલ પંથકમાં પકવવામાં આવતા ઘઉંની દેશ-વિદેશમાં મોટી માંગ છે અને નિકાસ પણ થાય છે. ચાલુ વર્ષે જિલ્લામાં કુલ 58 હજાર 313 હેકટર વિસ્તારમાં પિયત ઘઉંનું વાવેતર કરાયું હતું. ચાલુ સિઝનમાં ઠંડીનું પ્રમાણ માફકકસર રહેતા સારા ઉત્પાદનની આશા સાથે ખેડૂતો દ્વારા હાલ ઘઉંની કાપણી શરૂ કરવામાં આવી છે.

પાણીની ઓછી જરૂરિયાત વચ્ચે શિયાળા દરમ્યાન ખેડૂતો પોતાના ખેતરમાં વિવિધ ધાન્ય પાકોનું વાવેતર કરતા હોય છે. ખાસ કરીને આણંદ જિલ્લાનો ભાલ પંથક ઉચ્ચ ગુણવત્તાવાળા ઘઉંની ખેતી માટે જાણીતો છે. અગાઉના વર્ષોની સરખામણીએ હવે સિચાઈની સુવિધા ઉપલબ્ધ થતાં વર્ષ દરમ્યાન ખેડૂતો વિવિધ પાકનું પણ વાવેતર કરતા થયા છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં ખેડૂતો દ્વારા રવીપાકની ખેતી કરવામાં આવે છે. ઘઉંના પાક માટે શિયાળાની મોસમ અતિઉત્તમ હોવાનું મનાય છે. આ મોસમ દરમિયાન જિલ્લામાં ભાલ પંથકના ખેડૂતો વિપુલ પ્રમાણમાં ઘઉંનું વાવેતર કર્યુ હતું.

આણંદ જિલ્લામાં કુલ એક લાખ 72 હજાર 765 હેક્ટર વિસ્તારમાં વિવિધ રવીપાક પૈકી 58 હજાર 313 હેક્ટર વિસ્તારમાં પિયત ઘઉં વાવેતર નોંધાયું હતું. જિલ્લાના ભાલ પંથક તરીકે જાણીતા તારાપુર તાલુકામાં 22 હજાર 670 અને ખંભાત તાલુકામાં 18 હજાર 830 હેક્ટર વિસ્તારમાં પિયત ઘઉંનું વાવેતર નોંધાયું હતું.

ચાલુ વર્ષ ઠંડીની શરૂઆત પંદરેક દિવસ મોડી થઈ હતી. જોકે, ત્યારબાદ સમગ્ર આણંદ જિલ્લામાં માફકસર ઠંડી રહેવા પામી હતી. પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય માવઠું થતા રવીપાકને અસર પહોંચી હતી. જોકે, ફેબ્રુઆરીના અંત સુધી સમગ્ર જિલ્લામાં ઠંડીનું જોર જોવા મળ્યું હતું. ચાલુ વર્ષ માફકસર ઠંડીના કારણે ઘઉંના પાકને ફાયદો થયો છે અને ઉત્પાદન વધવાની આશા ખેડૂતો રાખી રહ્યા છે. હાલ જિલ્લાના વિવિધ ખેતરોમાં ઘઉંના પાકની કાપણી ચાલી રહી છે. તો કેટલાક ખેડૂંતો દ્વારા કાપણી પૂર્ણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો