તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:કેવો છોકરો પેદા કર્યો કહી પતિએ મ્હેણાં મારતાં પરણિતાનો ગળેફાંસો

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મહિના અગાઉ દુપટ્ટાનો ગાળીયો બનાવી ગળેફાંસો ખાધો હતો
  • હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

નડિયાદની પીપળાતા સ્થિત પ્રજાપતિ નિવાસ ખાતે રહેતી દિપીક્ષાના લગ્ન વર્ષ 2010ના મે માસમાં આણંદના નાવલી સ્થિત વલ્લભચોક ખાતે રહેતા યોગેશ કાનજી પ્રજાપતિ સાથે થયા હતા. દિપીક્ષા કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. જ્યારે યોગેશ વિદ્યાનગરની કોલેજમાં લાયબ્રેરીયન તરીકે નોકરી કરતા હતા. શરૂઆતમાં લગ્નજીવન સુખરૂપ ચાલ્યું હતું. તેમને સંતાનમાં 9 વર્ષીય આસ્વી અને 4 વર્ષીય વિશ્વ નામનો દીકરો હતો.

જોકે, જન્મથી જ દીકરા વિશ્વ કંઈ ખાસ બોલી-ચાલી શકતો ન હોય અવાર-નવાર યોગેશ દિપીક્ષા સાથે ઝઘડાઓ કરતો હતો. વારંવાર તે તેને કેવા છોકરાને જન્મ આપ્યો તેમ કહી તેને મ્હેણાંટોળાં મારતો હતો. જેને પગલે પરણિતા કંટાળી ગઈ હતી. આ અંગેની સમગ્ર હકીકત તેણીએ તેની માતાને પણ જણાવી હતી. જોકે, પુત્રીનો સંસાર બગડે નહીં તે માટે તેમણે તેને તેની સાથે રહેવા સમજાવી હતી.

ગત 27મીના રોજ રાત્રિના યોગેશે તેના સાળા સંજયને ફોન કર્યો હતો અને બહેનને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરી હોવાની જાણ કરી હતી. જેને પગલે પરિવારજનો તાબડતોડ હોસ્પિટલ પર આવ્યા હતા. જ્યાં તેમને જાણવા મળ્યું હતું કે, દિપીક્ષાએ કંટાળીને દુપટ્ટાનો ગાળીયો બનાવી રાત્રિના સમયે ગળેફાંસો ખાઈ લીધો હતો. દરમિયાન, પંદર દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યા બાદ તેણીનું ગત 14મી મેના રોજ મોત નીપજ્યું હતું. આમ, સમગ્ર બનાવ સંદર્ભે માતા ઈલાબેન પ્રજાપતિએ જમાઈ યોગેશ પ્રજાપતિ વિરૂદ્ધ દુષ્પ્રેરણની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...