કારણ શું?:ઈરાન અને અફઘાનમાં સર્જાયેલા પશ્ચિમી એર સરક્યુલેશન, જિલ્લામાં દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડીનો માહોલ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગાના અધિકારી મનોજ લુંણાગરીયા જણાવ્યા અનુસાર આણંદ-ખેડા સહિત સમગ્ર પંથકમાં છેલ્લા 15 દિવસથી વાતાવરણમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી અહેસાસ વર્તાય છે. જેનું મુખ્ય જવાબદાર પરિબળ ઈરાન, અફઘાનિસ્તાનના વાતાવરણમાં સર્જાયેલા પશ્ચિમી એર સરક્યુલેશન છે.

ઉલ્લેખની છે કે, સામાન્ય સંજોગોમાં ડિસેમ્બર મહિનામાં શિયાળાના બીજો તબક્કો શરૂઆત થઈ જતી હોય છે.પરંતુ ચાલુ વર્ષે દિવાળી બાદ વાતાવરણમાં સર્જાતી નાની- મોટી સીસ્ટમના કારણે આણંદ -ખેડા સહિત સમગ્ર પંથકના વાતાવરણ ભારે બદલાવ આવ્યો છે. જેને લઈને છેલ્લા 15 દિવસથી પંથકમાં દિવસે ગરમી તો રાત્રી અને વહેલી પરોઢીયે ફૂલ ગુલાબી ઠંડી અેમ બેવડી ઋતુનો અહેસાસ વર્તાય છે.આમ ગુરુવારે આણંદ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો 17.5 ડિગ્રી તેમજ મહત્તમ તાપમાન 32 ડિગ્રી રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ 89 ટકા રહ્યું હતું. તેમજ પવનની ઝડપ 1.4 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

આમ આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગાના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન આણંદ -ખેડા સહિત સમગ્ર પંથકમાં વાતાવરણ અંશતઃ વાદળછાયું રહેવાની સંભાવના છે. તેમજ મહત્તમ તાપમાનમાં 33 થી 35 ડીગ્રીની વચ્ચે તેમજ લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી તથા હવામાં ભેજનું પ્રમાણ 22 થી 75 ટકા રહેવાની શકયતાં છે.ઉપરાંત પવનની ઝડપ 6 થી 12 કિ.મિ પ્રતિ કલાક તેમજ પવનની દિશા મોટે ભાગે ઉત્તર પૂર્વ અને દક્ષિણ - પૂર્વ તરફ રહેવાની શક્યતાં છે.

અન્ય સમાચારો પણ છે...