વેબિનાર:ઈ-માધ્યમમાં લેખને વાચકો સુધી પહોંચાડવા વેબિનારનું આયોજન, 300 થી વધુ શ્રોતાઓએ ભાગ લીધો હતો

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પંચમહાલ જિલ્લાના હાયર એજ્યુ. ટ્રસ્ટ સંચાલિત એસ.પી.પટેલ આર્ટસ કોલજ સિમલિયા દ્વારા ધી રૂટસ ઓફ ઓપન એક્સેસ એન્ડ ઓવરવ્યુ વિષય પર લાયબ્રેરી એન્ડ સાયન્સ અંતર્ગત યોજાયેલ લાઈવ નેશનલ વેબિનારમાં શ્રી રામ કૃષ્ણ સેવા મંડળ આણંદ સંચાલિત આણંદ ઇન્સિટ્યુટ ઓફ પી.જી. સ્ટીડઝ ઈન આર્ટસના લાયબ્રેરી સાયન્સ વિભાગના આસિ. પ્રો.બળવંત ટંડેલે તજજ્ઞ તરીકે વક્તવ્ય આપ્યું હતું.

ત્યારે આ વેબિનારમાં 300 થી વધુ શ્રોતાઓ સહભાગી થયાં હતાં. જેમને ઈ સર્ટી પણ અપાયુ હતું. આ વકતવ્યમાં કોરોના મહામારી સમયમાં ગ્રંથાલયમાં પહોચી ન શકતાં વાચકો ઇન્ટરનેટના માધ્યમથી ઓપન એકસેસ દ્વારા વાંચન કરી શકે તેમજ લેખકોના પ્રકાશિત લેખો વાચકો સુધી પહોચાડવાની પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી. ત્યારે બાદ એમ.એસ.યુનિ.વડોદરા હંસા મહેતાં, ગ્રંથાલયના મુખ્ય ગ્રંથપાલ ડો.મંયક ત્રિવેદીએ મોડરેટર તરીકેની ઉત્તમ સેવાઓ બજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...