તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Web Version Of E Gopala Application Developed By NDDB And IMAP Web Portal Launched To Protect The Interest Of Pastoralists

દૂધઉત્પાદકો માટે ટેકનોલોજી:પશુપાલકોના હિતની સુરક્ષા કરવા માટે NDDB દ્વારા વિકસાવવામાં આવેલ ઈ-ગોપાલા એપ્લિકેશનની વેબ આવૃત્તિ અને IMAP વેબ પોર્ટલ લૉન્ચ કરાયા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NDDBના પ્રયાસોને કારણે દૂધઉત્પાદકોમાં અત્યાવશ્યક એવો આત્મવિશ્વાસ પાછો આવ્યો છે: પુરસોત્તમ રૂપાલા

આણંદ સ્થિત NDDB અને તેની સહાયક સંસ્થાઓ ડેરી ઉદ્યોગને લાખો નાના દૂધઉત્પાદકો માટે નફાકારક બનાવવામાં હંમેશા કાર્યસાધક સાબિત થઈ છે. ડેરી બૉર્ડ સહકારી વ્યૂહરચના અપનાવીને પશુપાલકોના હિતની સુરક્ષા કરવા માટે હંમેશા કટિબદ્ધ છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ બાબતોના કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રુપાલાએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બૉર્ડ (NDDB)ના 8 ઑગસ્ટ, 2021ના રોજ NDDB ખાતે NDDB દ્વારા વિકસાવવામાં આવેલ ઈ-ગોપાલા એપ્લિકેશનની વેબ આવૃત્તિ તથા IMAP વેબ પોર્ટલ લૉન્ચ કર્યા હતા.આ તબક્કે એનડીડિબીના ચેરમેન મીનેશ શાહ ,સાંસદ મિતેષ પટેલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ તબક્કે કેન્દ્રીય મંત્રી પુરસોત્તમ રુપાલાએ જણાવ્યું હતું કે, NDDB દ્વારા વિકસાવવામાં આવેલ ઈ-ગોપાલા દૂધાળા પશુઓની વધુ સારી ઉત્પાદકતા માટે પશુપાલકોને રીયલ-ટાઇમ માહિતી પૂરી પાડે છે. તેમણે એમ પણ જણાવ્યું કે, આપણાં વડાપ્રધાનના ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવા NDDB દૂધઉત્પાદકો માટે ટેકનોલોજી દ્વારા સંચાલિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી રહ્યું છે. કૃષિ અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ ખેડૂતોની આવકને બમણી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.દૂધાળા પશુઓની ઊપજ વધવાથી પશુપાલકોની આવકમાં આપોઆપ વધારો થશે.આ તબક્કે પુરસોત્તમ રૂપાલાએ કોવેક્સિનની ઉત્પાદન પ્રક્રિયામાં ઇન્ડિયન ઇમ્યુનોલોજિકલ્સ (NDDBની સહાય કંપની)ની ભૂમિકાને પણ બિરદાવી હતી, જે રાષ્ટ્ર પ્રત્યેની એક ઉમદા સેવા છે.

આ પ્રસંગે ચેરમેન મીનેશ શાહે ડેરી સહકારી ચળવળ, NDDB દ્વારા અમલી નેશનલ ડેરી પ્લાન ફેઝ 1ની સિદ્ધિઓ, રાષ્ટ્રીય ગોકુળ મિશન પ્રોજેક્ટ્સ, દૂધાળા પશુઓની ઉત્પાદકતામાં વધારા, NDDBનું ખાતરનું વ્યવસ્થાપન અને સૌર પહેલ, ડેરી સહકારી મંડળીઓ સાથે મધમાખીપાલનના એકીકરણ, FPOsની રચના, ICT આધારિત માહિતીના નેટવર્કનું નિર્માણ તથા ડેરી બૉર્ડની અન્ય નવીન પ્રવૃત્તિઓ અંગે જાણકારી પૂરી પાડી હતી. તેમણે ડેરી ક્ષેત્રના વિકાસને આગળ વધારવાના અને દૂધઉત્પાદકોની આજીવિકાને સુધારવાના માર્ગો અંગે ચર્ચા પણ કરી હતી.

ઈ-ગોપાલા પ્લેટફૉર્મ એક મદદરૂપ મિકેનિઝમ ધરાવે છે.

ઈ-ગોપાલા પ્લેટફૉર્મ પશુપાલકોને તમામ સ્વરૂપમાં (વીર્ય, ભ્રૂણ વગેરે) રોગમુક્ત જર્મપ્લાઝ્મને ખરીદવા અને વેચવા સહિત તેમના પશુઓનું વ્યવસ્થાપન કરવામાં મદદરૂપ થાય છે; ગુણવત્તાસભર સંવર્ધન સેવાઓ (આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, પશુઓના પ્રાથમિક ઉપચાર, રસીકરણ, સારવાર વગેરે)ની ઉપલબ્ધતા અંગે સૂચિત કરે છે તથા પશુઓના પોષણ અંગે અને યોગ્ય આયુર્વેદિક ઇથનો વેટરિનરી દવાઓનો ઉપયોગ કરી પશુઓની સારવાર કરવા અંગે માર્ગદર્શન પૂરું પાડે છે. વિવિધ સરકારી યોજનાઓ અંગે ખેડૂતોને એલર્ટ્સ મોકલવા (રસીકરણ માટેની નિયત તારીખ, ગર્ભાવસ્થાનું નિદાન, વિયાવું વગેરે) અને જાણકારી આપવા અંગે તે એક મિકેનિઝમ ધરાવે છે.

યોજનાઓના પ્રગતિને રીયલ-ટાઇમમાં ચકાસવાની પણ સુવિધા પૂરી પાડશે.

NDDBનું IMAP વેબ પોર્ટલ INAPH (તે પશુઓની વસતીની સરખામણીએ પશુઓની નોંધણીના કવરેજને રાજ્યવાર તેમજ જિલ્લાવાર દર્શાવે છે), PSK સેવા (પશુઓની નોંધણી, આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, ગર્ભાવસ્થાનું નિદાન, વિયાવું, રસીકરણ, પશુઓની સારવાર અને ફોલો-અપ જેવી વિવિધ સેવાઓ સંબંધિત ટિકિટની સ્થિતિ દર્શાવે છે), NAIP (ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સને ભૌગોલિક રીતે દર્શાવે છે) અને NADCP (પશુઓના રોગચાળાને નિયંત્રિત કરવા ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ્સને ભૌગોલિક રીતે દર્શાવે છે)ને દર્શાવતા પ્રોજેક્ટના કવરેજની ભૌગોલિક રજૂઆત માટે છે. આ પોર્ટલ વિવિધ પ્રોજેક્ટ અને સરકારી યોજનાઓના કવરેજ અને પ્રગતિને રીયલ-ટાઇમમાં ચકાસવાની પણ સુવિધા પૂરી પાડશે.

મહત્વનું છે કે, આ તબક્કે કેન્દ્રીય મંત્રી એ વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે , NDDBના પ્રયાસોને કારણે દૂધઉત્પાદકોમાં અત્યાવશ્યક એવો આત્મવિશ્વાસ પાછો આવ્યો છે, કારણ કે, તેમને ગ્રાહક દ્વારા ચૂકવવામાં આવતાં મૂલ્યમાંથી તેમનો યોગ્ય હિસ્સો મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...