દહેજ ભુખ્યાં સાસરિયા:'અમારે બીજી પૈસાવાળી પત્ની લાવવી છે તુ અહીંથી નિકળી જા', આણંદના હાડગુડમાં દહેજ ભુખ્યાં સાસરિયાએ પરિણીતાને પહેરેલા કપડે કાઢી મૂકી

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લગ્નના દસ જ મહિનામાં સાસરિયાના અસહ્ય ત્રાસથી પરિણીતા કંટાળી ગઈ

આણંદના હાડગુડ ગામે રહેતા યુવકના લગ્ન દસેક મહિના પહેલા ખંભાતની યુવતી સાથે થયાં હતાં. આ ટુંકા લગ્ન ગાળામાં દહેજ માટે સાસરિયાએ ત્રાસ આપી પહેરેલા જ કપડે પરિણીતાને પિયર મોકલી આપી હતી. આ અંગે પરિણીતાએ પતિ, સસરા અને દિયર સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખંભાતની યુવતીના લગ્ન 20મી જાન્યુઆરી,21ના રોજ હાડગુડ ખાતે રહેતા મોહસિનખાન યુસુફખાન પઠાણ સાથે થયાં હતાં. શરૂઆતમાં સારી રીતે ચાલેલા લગ્ન જીવનમાં અચાનક સાસરિયાઓએ પોત પ્રકાશ્યુ હતુ અને પિયરમાંથી નાણા લાવવાનું દબાણ કરી પરિણીતાને ત્રાસ આપતાં હતાં.

વારંવારના ત્રાસથી કંટાળી પરિણીતા પિયર જતાં રહેતાં તેને સમાધાન કરી પરત લાવતાં હતાં. જોકે, બાદમાં ફરી ત્રાસ શરૂ કરી દેતાં હતાં. અમુક વખત મને મારઝુડ કરીને મને પરિણીતાને પિયર પણ મોકલી આપતા અને થોડા દિવસ થયે મારા સાસરી વાળા મને સમાધાન કરીને બોલાવી જતા હતા અને ત્યારબાદ પણ થોડા દિવસ સારુ રાખીને પછી પણ ફરી માનસિક અને શારીરીક ત્રાસ આપીને મારઝુડ કરતા હતા.

આ ઉપરાંત ભારે ત્રાસ આપતા તાડુકીને કહેતા હતા કે, તારે અહીયા રહેવાનુ નહી અને તારે અહીયા રહેવુ હોઇ તો તારે તારા પિયરમાંથી દહેજ તેમજ પૈસા લાવવા પડશે તેમ જણાવી ગમેતેમ ગાળો પણ બોલતા હતા. વળી પરિણીતાનો પતિ પણ ગુસ્સે થઈ તાડુકતો હતા કે મારે બીજી પૈસાવાળી પત્ની લાવવી છે, આમ પતિ અને સાસરીવાળા કોઈના કોઇ બહાના કાઢી મારી સાથે ઝઘડો કરતા હોઇ એક વખત તો પરિણીતાએ 181 ન ફોન કરીને પણ બોલાવેલી અને તેઓએ પણ સમાધાન કરી આપ્યું હતું.

આમ છતા પણ આ સાસરીવાળા માનસિક તેમજ શારીરીક ત્રાસ આપતા હોઇ આખરે કંટાળી પરિણીતા પહેરેલા કપડે જ પિયર જતી રહી હતી. આ અંગે પરિણીતાની ફરિયાદ આધારે ખંભાત શહેર પોલીસે મોહસિનખાન યુસુફખાન પઠાણ, સસરા યુસુફખાન, ફરિદાબાનુ અને દિયર શાહરૂખખાન પઠાણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...