ભાસ્કર વિશેષ:આપણે ટેક્નોલોજીનો ઉપયોગ નથી કરતાં, ટેક્નોલોજી આપણો ઉપયોગ કરે છે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SP યુનિ.માં હેપ્પીનેસ યાત્રાના આગમન ટાણે યોર વન લાઈફ (YOL) ના સ્થાપક યોગેશ કોચરનું વકતવ્ય

વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં હેપ્પીનેસ યાત્રા અંગે સોમવારે 14મી નવેમ્બરે એમ. પી. પટેલ ઓડિટોરીયમ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નેશનલ હેપ્પીનેસ યાત્રા સમગ્ર ભારતના વિવિધ રાજ્યોમાં થઈ સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આવી હતી. આ કાર્યક્રમમાં સરદાર પટેલ યુનિવર્સિટીને સમગ્ર ગુજરાતમાં નોડલ એજન્સી તરીકે જાહેર કરવામાં આવી છે. ઉપરાંત યુનિવર્સિટીમાંથી 12 અધ્યાપકોને હેપ્પીનેસ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. જે આગામી સમયમાં આ બાબત વિષે જાગૃતતા ફેલાવશે. પ્રો. નીરંજન પટેલે આ yol.spu એપને કાર્યરત કરવા માટે તૈયારી બતાવી છે.

યોર વન લાઈફ (YOL) ના સ્થાપક યોગેશ કોચરે જણાવ્યું હતું કે સાંપ્રત સમયમાં આપણે સૌ અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો સ્ક્રીન ટાઈમ દિવસના સાડા ચાર થી 6 કલાક સુધી થઈ ગયો છે. આ સમય તેઓ ફેસબુક અને અન્ય સોશ્યિલ મિડિયા પર વેડફે છે. આપડે ટેકનોલોજીનો ઉપયોગ નથી કરતાં ટેકનોલોજી આપડો ઉપયોગ કરે છે. પહેલા અંગ્રેજો એ 75 ટકા વિશ્વમાં શાસન કરીને લોકોને ગુલામ બનાવ્યા હતા. પરંતુ હવે ટેકનોલોજી દ્વારા બનાવી રહ્યા છે. આપણે હવે બધુ સોશ્યિલ મિડિયા પરજ લખતા કે મળતા થઈ ગયા છીએ.

જેના કારણે વિદ્યાર્થીઓ અને આપણાં મનમાં સ્ટ્રેસ અને બીજા માનસિક રોગ જેવા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. અને આપણું મગજ વિવિધ ભાગોમાં વહેચાય છે. જેને કારણે માણસની કાર્યક્ષમતા અને ક્રિએટિવિટી ઘટી છે. યોલ (Yol) એપ્લિકેશન વિદ્યાર્થીઓના મગજને વિવિધ પેરામીટર પર માપશે અને તેમના મનને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. જેમાં ભાવનાત્મક પાસાઓ અને તર્ક પાસાઓનો નક્કી કરી એપમાં વિવિધ પેરામીટર આપવામાં આવ્યા છે.

જેના થકી જેમ સોશિયલ મિડિયામાં પોસ્ટ કરો છો તેમ આમાં પોસ્ટ મૂકી તમારા અંદરના ભાવો અને વિચારોને બહાર લાવી શકો છો. ભાવનાઓ બહાર આવશે તો માણસ અંદરથી સ્વસ્થ અને ખુશ રહેશે. યોર વન લાઈફના ટ્રેનિંગ ડાયરેક્ટર અંજલિ વર્માએ હેપ્પીનેસ યાત્રા વિશે વાત કરી હતી અને જણાવ્યું હતું “ હાર્વર્ડ, ઓક્સફોર્ડ, MIT, યેલ અને સ્ટેનફોર્ડ જેવી વિશ્વની કેટલીક શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં હેપ્પીનેસને ઔપચારિક વિષય તરીકે ભણાવવામાં આવે છે. અમારો ઉદ્દેશ્ય પ્રક્રિયાને ગેમિફાઇ કરીને 1 મિલિયન વિદ્યાર્થીઓની નોંધણી કરવાનો છે” ભારતની લગભગ 25 યુનિવર્સિટીઓએ આ કોર્ષની મંજૂરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...