નોનવેજની લારી મુદ્દે CMનું નિવેદન:'જેને જે ખોરાક ખાવો હોય તે ખાઈ શકે છે અમને કોઈ જ વાંધો નથી, લોકો શું ખાય છે તેનાથી સરકારને પ્રશ્ન ના હોય'

આણંદ2 મહિનો પહેલા
  • ટ્રાફિકને અડચણરૂપ થાય તેમ લારી હોય તો તે પાલિકા-મહાનગરપાલિકા હટાવી શકે છે

ગુજરાતના મહત્વના શહેરોમાં જાહેર રસ્તાઓ પર અને સાર્વજનિક સ્થળો પરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાનો નિર્ણય કરાતા મિશ્ર પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આજે આણંદના એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, લોકોને જે ખાવું હોય તે ખાઈ શકે છે અમને કોઈ જ વાંધો નથી. લોકો શું ખાય છે તેનાથી સરકારને પ્રશ્ન ના હોય. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, શરત એટલી છે કે, જે ખાદ્યપદાર્થ છે તે ખાવાલાયક હોવો જોઈએ.જો ટ્રાફિકને અડચરણરૂપ લારીઓ ઉભી હોય તો પાલિકા કે મહાપાલિકા તેની સામે કાર્યવાહી કરી શકે છે.

નોનવેજની લારીઓ સામે કાર્યવાહી વચ્ચે CMનું નિવેદન
રાજ્યમાં નોનવેજની લારીઓ સામે રાજકોટથી શરૂઆત કરાયા બાદ ભાવનગર મનપા અને અમદાવાદ મનપા દ્વારા પણ કાર્યવાહીનો નિર્ણય કરાયો હતો. તો અન્ય મનપાના વિસ્તારોમાં વિચારણા હાથ ધરવામા આવી હતી. નોનવેજની લારીઓ બંધ કરવાના નિર્ણયને લઈ રાજ્યમાં મિશ્ર પ્રત્યાઘાતો સામે આવી રહ્યા છે ત્યારે આજે મુખ્યમંત્રી દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામા આવ્યું

કૉંગ્રેસ દ્વારા રોજગારીનો મુદ્દે આગળ કરાયો હતો
રાજ્યના કેટલાક શહેરોમાં નોનવેજની લારી ચલાવી ગુજરાન ચલાવતા લોકો સામે કાર્યવાહી શરૂ કરાતા આજે કૉંગ્રેસ દ્વારા કેટલાક શહેરોમાં આવેદનપત્ર પાઠવવામા આવ્યું હતું. જેમાં લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકોની રોજીરોટીની ચિંતા કરી મધ્યમ માર્ગ કાઢવા માટેની રજૂઆત કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...