રાજય સરકારે ખેડૂતો માટે કડાણા ડેમ અને નર્મદામાંથી 6500 ક્યુસેક પાણી સિંચાઇ માટે આપવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે. ચરોતરમાં લગભગ 5 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે પરંતુ વરસાદના અભાવે આટલો જળજથ્થો પણ અપૂરતો હોવાથી વાવેતર સામે જોખમ ઊભું થયું છે.
હાલમાં વરસાદ વરસતો નહીં પડતો હોવાથી ચરોતરના ખેડુતોની હાલત દયનીય થઈ ગઈ છે. તમાકુ પાક સહિત અન્ય પાકના વાવણી સમયે અગાઉ નહેરોમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યુ હોવાથી ખેડૂતોને હવે નાણાં ખર્ચ કરીને બોરકુવાનું પાણી લઈને ખેતી પાકનું વાવેતર કરવાની નોંબત આવી હતી.
આખરે સરકારે ખેડૂતો માટે કડાણા ડેમમાંથી 3000 ક્યુસેક અને નર્મદામાંથી 3500 ક્યુસેક આમ કુલ મળી 6500 ક્યુસેક પાણી સિંચાઇ આપવાનો નિર્ણય કર્યો હતો. જેના ભાગરૂપે મંગળવારે 5000 કયુસેક પાણી વણાકબોરી ડેમમાં પાણી છોડવામાં આવ્યુ હોવાનું સિંચાઈ વિભાગના સુત્રોએ જણાવ્યુ હતું. જોકે, ચરોતરના અનેક વિસ્તારો એવા છે કે કેનાલોનું પાણી પૂરતા પ્રમાણમાં પહોંચતું નહીં હોવાથી તેમના માટે આફત યથાવત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.