હોબાળો:જમીન પચાવવાના કરમસદ પાલિકાના મનસૂબા પર પાણી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કરમસદ ગામે ગાના રોડ પર રેલ્વે ફાટક પાસે સર્વે નંબર 999/2 વાળી જમીનની બાજુમાં જ વિજયસિંહ ચંદુભાઇ સોલંકીની ભોગવાટાની જમીન અઢી ગુંઠા આવેલી છે. આ જમીન બાબતે કૌટુંબિક ઝગડો ચાલતો હોવાથી કોર્ટમાં કેસ ચાલે છે.જેથી આણંદ કોર્ટે જમીન પર મનાઇ હુકમ ફરમાવ્યો હોવા છતાં કરસમદ નગરપાલિકા સત્તાવાળાઓએ સત્તાનાસ જોરે બક્ષીસ લેખના નામે ખોટા દસ્તાવેજ તૈયાર કરીને ખેડૂત પરિવારની જમીન પચાવી પડાવવા માટે મંગળવાર રાત્રે જેસીબી મશીન સાથે દબાણ હટાવવા જમીનમાં ઘુસતા સ્થાનિકો ભારે હોબાળો મચાવતા આખરે પાલિકાની ટીમે કામ પડતું મુકીને ભાગવું પડયુ હતું. જે અંગે અરજદાર દ્વારા બુધવારના રોજ ડીએસપી કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરીને ગેરકાયદે જમીન પચાવવા માટે આવેલા લોકો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે.

કરસમદ ગાના રોડ પર રેલ્વે ફાટક પાસે અઢી ગુંઠા જમીન વિજયસિંહ સોલંકીનો પરિવાર ભોગવટો ધરાવે છે. તેની બાજુમાં પ્રતિક્ષાબેન પટેલની જમીન આવેલ છે. તેઓ પોતાની જમીન ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન માટે પાલિકાને બક્ષીસમાં આપી છે. પરંત ુપાલિકા દ્વારા આજદિન સુધી કોઇ જ કામગીરી કરવામાં આવી નથી. સર્વે નં 999/2ની બાજુ વિજયસિંહ સોલંકીના ભોગવટા વાળી જમીન પચાવી પાડવા માટે પાલિકા સત્તાવાળાઓપ્રમુખ નિલેશ પટેલ સત્તાનો દૂર ઉપયોગ કરી મંગળવાર સાંજના પાલિકાના સીઓ અને કર્મચારીઓને લઇને જમીન પર કબજો જમાવવા માટે જમીન પર દબાણ દૂર કરવા માટ ેગયા ત્યારે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. પાલિકા પ્રમુખ અને સ્થાનિકો વચ્ચે બોલાચાલી થતા પાલિકાની ટીમે પાછા ફરવાનો વખત આવ્યો હતો. આ અંગે વિજયસિંહ સોલંકીએ ડીએસપી કચેરી ખાતે લેખિત રજૂઆત કરીને ખોટી રીતે હેરાન કરતા પાલિકાના સત્તાધિશો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

ડ્રેનેજ સ્ટેશન માટે 2 ગુંઠા જમીન પાલિકાને આપેલી છે તેમાં કોઇ કેસ ચાલતો નથી
કરમસદ નગરપાલિકાને ઘણા સમય પહેલા પ્રતિક્ષાબેન પટેલે ગાના રોડ પર રેલ્વે ફાટક પાસે આવેલી પોતાની જમીનમાંથી ડ્રેનેજ સ્ટેશન બનાવવા માટે 2 ગુંઠા જમીન પાલિકાને બક્ષી આપેલ છે.તેમ છતાં વિજયસિંહ ખોટીરીતે ભોગવટા હક ઉભો કરીને પાલિકા પાસે નાંણા પડાવવા માટે ખેલ કરે છે. આ જમીન અંગે બીએલએલએ પણ દસ્તાવેજ ચકાસીને તેમાં કોઇ કેસ ચાલતો નથી .તેમ જણાવેલ છે. જેથી ટુંક સમયમાં દબાણ દૂર કરીને આજગ્યા પર ડ્રેનેજ સ્ટેશન બનાવવામાં આવશે.> નિલેશ પટેલ,પ્રમુખ કરસદ નગરપાલિકા

અન્ય સમાચારો પણ છે...