ખેડુતો ચિંતાતુર:વરસાદથી આણંદ તાલુકામાં 500 હેકટરના પાક પર પાણી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ તાલુકામાં 150 વિધા જમીન તૈયાર થયેલ સાડા સાત હજાર મણ બાજરીના પાક ધોવાઇ ગયો
  • બાજરી ઉપરાંત તમાકુને પણ નુકશાન

આણંદ શહેર સહિત જિલ્લા ભરમાં શુક્રવાર રાત્રિના સુમારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવવા સાથે મુસળધાર વરસાદ તુટી પડતા ખેતરોમાં બાજરીનો કાપેલો તૈયાર પાક તેમજ તમાકુ વરસાદમાં પલળી જતા ખેડુતોને ભારે નુકશાન થતા ખેડુતો ચિંતાગ્રસ્ત થયા છે,જિલ્લામાં અંદાજે 200 હેકટરથી વધુ જમીનમાં ખેતીનાં પાકને નુકશાન થયું હોવાનો અંદાજો રહેલો છે,ત્યારે ખેડુતો દ્વારા તાકીદે નુકશાન અંગે સહાય ચુકવવામાં આવે તેવી લાગણી પ્રવર્તી રહી છે.

આણંદ તાલુકામાં મુસળધાર વરસાદ તુટી પડયો હતો.જેનાં કારણે ખેતરોમાં તૈયાર બાજરીનો પાક પલળી જતા ખેડુતોને ભારે આર્થિક નુકશાન થતા ખેડુતો ચિંતાતુર થઈ ઉઠયા છે,થોડા દિવસો પૂર્વે તાઉ તે વાવાઝોડામાં થયેલા નુકશાનની કળ હજુ ખેડુતો વળી નથી ત્યારે થયેલા વરસાદને લઈને બાજરીનાં પાકને ભારે નુકશાન થયું છે.

તાલુકાનાં લાંભવેલ,ખાંધલી,જીટોડીયા,બાકરોલ,વલાસણ ચીખોદરા.સહીત અનેક ગામોમાં બાજરી,કેળા અને શાકભાજીનાં પાકને ભારે નુકશાન પહોંચ્યું છે,ખાંધલીમાં અંદાજે દોઢસો વિધામાં કાપીને તૈયાર કરેલી સાડા સાત હજાર મણ બાજરીનાં પાકને ભારે નુકશાન થયું છે, જેને લઈને ખેડુતો પાયમાલ થઈ ઉઠયા છે.

બાજરીનો તૈયાર પાક નષ્ટ થતાં રોવાનો વખત
ખાંધલી ગામનાં ખેડુત અશોકભાઈ પટેલએ જણાવ્યું હતું કે તાઉ ટે વાવાઝોડાનાં કારણે બાજરીનાં પાકને નુકશાન પહોંચ્યું હતું.ત્યારબાદ ગત રાત્રીનાં થયેલા વરસાદમાં ખેતરમાં કાપીને તૈયાર કરેલો બાજરીનો પાક પલળી જતા પાક નષ્ટ થઈ ગયો છે.તેનાં કારણે ત્રણ વિધા જમીનમાં અંદાજે ત્રણ હજાર કિલો બાજરીનાં પાકને નુકશાન થયું છે,મોંધા ભાવનાં બિયારણ,ખાતર અને સિંચાઈનાં પાણીનો ખર્ચ માથે પડયો છે,ત્યારે સરકાર દ્વારા તાકીદે ખેડુતોને નુકશાનનું વળતર ચુકવવા માંગ કરી હતી.

તાલુકામાં 150 ટન વધુ બાજરી પાકને નુકશાન
ખાંધલી ગામનાં સરપંચ ભરતભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે તાઉટે વાવાઝોડા બાદ શુક્રવાર રાત્રીનાં સુમારે થયેલા વરસાદે ખેડુતોની કમર તોડી નાખી છે,ખાંધલી ગામમાં અંદાજે દોઢસો વિધામાં 150 ટન બાજરીનો પાક નષ્ટ થઈ ગયો છે,તેમજ ખેતરમાં સુકવવા મુકેલા પશુઓ માટે પુળા પણ પલળી જતા હવે પશુઓને શું ખવડાવીશું તેની ચિંતા થઈ છે.

અન્ય સમાચારો પણ છે...