તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વ્યથા:તરકપુર ચેકડેમનું પાણી સિંચાઇ માટે બિનઉપયોગી

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
તરકપુરના કિસાનોએ સિંચાઈના પાણી માટે આંદોલનનું રણશિંગું ફૂંક્યુ છે. - Divya Bhaskar
તરકપુરના કિસાનોએ સિંચાઈના પાણી માટે આંદોલનનું રણશિંગું ફૂંક્યુ છે.
  • તંત્રની મીઠી નજર હેઠળ ઝીંગા તળાવના માલિકો પ્રદુષિત પાણી ચેકડેમમાં ઠાલવે છે

એક બાજુ વરસાદ નહીં વરસતા દુષ્કાળના ડાકલાં વાગી રહ્યા છે. જગતના તાતને ડાંગરના પાક માટે અતિ આવશ્યક વરસાદી મીઠા જળ અને સિંચાઇના પાણીની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. પરંતુ સંકટ સમયે જ તંત્રની લાપરવાહીના કારણે ચેકડેમના પાણીનો સિંચાઇ માટે ઉપયોગ કરી શકાતો નથી. ભાલ પંથકમાં તરકપુર ચેકડેમ સહિત અનેક સ્થળે ચેકડેમ બનાવેલા છે અને તેમાં પાણીનો સંગ્રહ થયેલો છે પરંતુ ઝીંગા તળાવના માલિકો ખારું પાણી ચેકડેમોમાં ઠાલવી રહ્યા હોવાથી ધરતીપુત્રોએ છતાં પાણીએ વલખાં મારવાનો સમય આવ્યો છે. આ બાબતે હવે કિસાનો જાગૃત થયા છે અને તંત્રની રહેમનજર હેઠળ ચાલતા ઝીંગા તળાવોમાંથી ઠલવાતા પાણીનો વિરોધ કરી રહ્યા છે.

તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે !
તરકપુર ચેકડેમની આસપાસ મોટી સંખ્યામાં ખારા પાણીના ઝીંગા તળાવો ફુલાફાલ્યા છે.તમામ ઝીંગા તળાવોનું દુષિત પાણી નિકાલ મારફતે ચેકડેમમાં ઠાલવે છે. જેને કારણે ચેકડેમનું મીઠું પાણી ખારા પાણીમાં ફેરવાઈ ગયું છે. સિંચાઇના પાણી માટે હાલ બિનઉપયોગી થઈ જવા પામ્યું છે.વારંવાર રજૂઆતો કરી પણ તંત્રએ આંખ આડા કાન કર્યા છે.

ઝીંગાના તળાવોના ગંદા પાણીથી જંગલી ઘાસ બળી જાય તો મોલની શી વિસાત ?
ઝીંગા તળાવોના ગંદા પાણીથી ચેકડેમમાં છોડતા જંગલી ઘાસ બળી જાય છે.બીજી તરફ આ પાણી ખેતરમાં પાક માટે ઉપયોગમાં લઈને તો અમારા મોલ પણ બળી જવાની ભીતિ અમોને સતાવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...