તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ પાલિકા સૌથી મોટો વોર્ડ વિસ્તાર હોવા છતાં બિસ્માર રસ્તાઓ, નિયમિત સાફ સફાઈનો અભાવ,તુલસી ગરનાળુ 3 વર્ષથી કામગીરી પુર્ણ કરવામાં આવતી નથી,ગટરની સુવિધાઓનો અભાવ,વરસાદી પાણીનો હજુપણ નિકાલ સહિતની ટેકસ ધારકોને મળવા પાત્રની સુવિધાઓનો આજે પણ અભાવ જોવા મળી રહ્યો છે. આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતા પરિણામ શૂન્ય છે.આણંદ પાલિકામાં સૌથી મોટો વિસ્તાર હોવા છતાં પરીખ ભુવનથી રેલ્વે ગોદી સુધી ફુટ ઓવર બ્રિજ બનાવવા માટે આણંદ પાલિકા ધ્વારા મંજુરી આપતા નથી.જેના પગલે રહીશોમાં પાલિકાના સત્તાધીશો પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.
મતદારો કેટલા ?
પુરૂષ મતદારો 06904
મહિલા મતદારો 06796
અન્ય મતદારો 00000
કુલ મતદારો 13699
વોર્ડની સ્થિતિ
2 સામાન્ય સ્ત્રી બેઠક, 1- અનુ. જાિત, 1- બિન અનામત બેઠક
વોર્ડનં-11 નો વિસ્તાર
આણંદ ગણેશ ચોકડી પાછળનો વિસ્તાર, પરિખ ભુવન વિસ્તાર, તુલસી ગરનાળુ વિસ્તાર, રૂપાપુરા , રાજોડપુરા સહિત જુદા જુદા વિસ્તારનો સમાવેશ થાય છે.
ગરનાળાની કામગીરીની માંગ
તુલસી ગરનાળાનું કામ મંદગતિએ ચાલે છે. જેથી રહીશોને ચાર કીમી ફેરો ફરવાની ફરજ પડે છે. જેથી વહેલી કામગીરી પુર્ણ કરવા માંગ છે. - હિરેનભાઈ નાગદેવ, સ્થાનિક
ઉભરાતી ગટરોથી ત્રાહીમામ
દરરોજ ઉભરાતી ગટરોથી રોગચાળો ફાટી નિકળે તેવી દહેશતથી રહીશો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તંત્ર ધ્વારા સત્ત્વરે ઘટતુ કરવા માંગ છે. - હર્ષિલ દવે, રહીશ આણંદ
પાણીના નિકાલનો અભાવ
ચોમાસામાં પોલિસ લાઈન સહિત સમગ્ર વિસ્તારમાં પાણી ભરાઈ જતા હોય પાણીના નિકાલનો અભાવ જોવા મળી રહ્યો છે.રસ્તાઓ પણ બિસ્માર છે. - કિન્નરીબેન દવે, સ્થાનિક
ગટરની સુવિધાનો અભાવ
પરીખભુવન વિસ્તારમાં તંત્ર દ્વારા સાફ સફાઈ ગટરની સુવિધાઓનો પણ રહીશોને નિયમિત ટેકસ ભરપાઈ કરવા છતાં અભાવ જોવા મળી રહ્યો છે. - મહીરભાઈ, સ્થાનિક રહીશ આણંદ
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.