લોકડાઉન:તારાપુર ચોકડી પાસેથી વોન્ટેડ આરોપી ઝડપાયો, શખ્સ છેલ્લાં 3 વર્ષથી નાસતો-ફરતો હતો

આણંદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખંભાતની સગીરાને ભગાડી જવાના ગુનામાં છેલ્લાં ત્રણ વર્ષથી પોલીસ ચોપડે વોન્ટેડ રહેલા આરોપીને આણંદ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે તારાપુર ચોકડીએથી ઝડપી પાડ્યો હતો. આણંદ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ તારાપુર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે, અપહરણ અને પોસ્કોના ગુનામાં છેલ્લાં ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપી અરવિંદ ઉર્ફે ગડો ભીમા રાઠોડ (રહે. અમદાવાદ) તારાપુર ચોકડી પાસે આવવાનો છે. જેને પગલે પોલીસ વોચ ગોઠવી હતી અને બાતમીના વર્ણનવાળો શખ્સ આવી પહોંચતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શખ્સ વિરૂદ્ધ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં ત્રણ વર્ષ પહેલાં અપહરણ અને પોસ્કોની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તે સગીરાને ભગાડી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...