તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ચેક રિટર્નમાં સજા પામેલો વોન્ટેડ આરોપી ઝડપાયો, છેલ્લાં એક વર્ષથી નાસતો-ફરતો હતો

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખંભાત કોર્ટ દ્વારા ચેક રિટર્નના કેસમાં સજા કરાયેલો અને છેલ્લા એક વર્ષથી પોલીસ ચોપડે નાસતા-ફરતા આરોપીને ખંભાત શહેર પોલીસે ઝડપી પાડ્યો હતો. ખંભાત શહેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમને બાતમી મળી હતી કે, ખંભાત કોર્ટ દ્વારા 138એટલે કે ચેક રિટર્નના ગુનામાં આરોપી ત્રિલોકભાઈ બદરીલાલ દરજી (રહે. ખંભાત લાબી ઓટી)ને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી અને તે સજા ફટકારી ત્યારથી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો. જે હાલમાં તેને ઘરે આવ્યો છે. જેને પગલે પોલીસે તેના ઘર દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં પોલીસે તેનો કોવિડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...