તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આણંદમાં હત્યાના ગુનામાં આઠ માસથી વોન્ટેડ આરોપી ઝડપાયો

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગોયા તળાવ પર યુવકને માર મારી હત્યા કરી હતી

આણંદના ગોયા તળાવ વિસ્તારમાં આઠ માસ અગાઉ મૂળ વિદ્યાનગરના પરંતુ સુરત તરફ મજુરી કામ કરતા લાલાભાઈએ અગાઉ સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરીને દક્ષાબેન સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ દક્ષાબેને દેવીપૂજક સાથે લગ્ન કરી લીધા હતા. આમ છતાં પણ લાલાભાઇ દક્ષાના ફોટા ફેસબુક ઉપર મુકતો હોઈ આ બાબત ખોડાભાઈ ઉર્ફે પીકેને ગમતું નહોતું. જેની રીસ રાખીને લાલાભાઈને દક્ષાબેન દ્વારા ફોન કરાવી ગત 29 મી ફેબ્રુઆરીના રોજ આણંદ રાજેશ્રી ઝુપડપટ્ટી પાસે બોલાવ્યો હતો. અને ખોડાભાઈ ઉર્ફે પીકે તેમજ તેની પત્ની દક્ષાબેને લાલાભાઇને માર માર્યો હતો. ત્યાંથી લાલાભાઈને આણંદના રેલવે સ્ટેશન. મહાવીર ઝુંપડપટ્ટી સહિતના સ્થળોએ લઈ જઈને અન્ય સાગરિતો સાથે મળીને માર માર્યા બાદ રાત્રિના સુમારે આણંદ ગોયા તળાવ પર લઈ ગયા હતા, જ્યાં તેને ફેંકીને ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે આણંદ શહેર પોલીસે ગુનો દાખલ કરી ખોડાભાઈ ઉર્ફે પીકે અને તેની પત્ની દક્ષાબેનને ઝડપી લઈ પૂછપરછ કરતા તેઓની સાથે સન્ની, સંજય અને આણંદની મહાવીર ઝુપડપટ્ટીમાં રહેતો ઈમરાન ઉર્ફે પુલાવ હૈદર શેખ પણ સંડોવાયેલા હોવાનું ખુલ્યું હતું. પોલીસે અગાઉ ત્રણેયને ઝડપી પાડ્યા હતા, જ્યાં ઈમરાન નાસતો-ફરતો હતો તે તેને પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો