તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:વડ, લીમડા અને પીપડાનું વધુ વાવેતર કરાયું

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં વરસાદ પડતાની સાથે 5311 હેકટરમાં વિવિધ રોપાનું વાવેતર

આણંદ જિલ્લો લીલોતરીની દ્રષ્ટિએ સમગ્ર રાજયમાં પ્રથમ નંબરે છે.ત્યારે ચાલુવર્ષે વરસાદ પડતાંની સાથે પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવા માટે તળાવ સહિત જિલ્લાભરમાં ઠેર ઠેર વૃક્ષોનું વનવિભાગ દ્વારા વાવેતર કરવામાં આવી રહ્યું છે. જો કે આણંદ જિલ્લામાં 5311 હેકટરમાં વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે. સૌથી વધુ આણંદતાલુકામાં વાવેતર થઇ ચુકયું છે. જો કે કોરોના કાળમાં ઓક્સિજનની માંગ વધુ રહેવા પામી હતી. જેને અનુલક્ષીને તંત્ર દ્વારા ઓક્સિજન આપતાં વડ,પીપડો,લીમડો જેવા વૃક્ષોનું જિલ્લામાં વધુ વાવેતર કરવામાં આવ્યું છે.

આણંદ જિલ્લાના વનવિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે વન મહોત્સવ અંતર્ગત આણંદ જિલ્લામાં 31 લાખ ઉપરાંતના વૃક્ષો વાવેતરનું આયોજન હાથધરવામાં આવ્યું હતું. માવજત સાથે ઉછરેલા વૃક્ષોની યાદી પણ વનવિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ અંગે નાયબ વન સંરક્ષક અધિકારીએ જણાવેલ કે, આણંદ જિલ્લામાં ચોમાસુ સિઝન શરૂ થતાંની સાથે પટ્ટી વાવેતર 800 હેકટર ,ગ્રામવન ઇરીગેટેડ 1600 હેકટર, ગ્રામવન રીનફેઇડ 400 હેકટર, પર્યાવરણ 1111,એફએફે 1000 હેકટર ,હરિયાળુ ગામ 400 હેકટરમાં કરવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યું હતું.

ત્યારબાદ આણંદ તાલુકામાં 51 હેકટર,આંકલાવ તાલુકામાં 39 હેકટર, બોરસદ તાલુકામાં 43 હેકટર, ખંભાત તાલુકામાં 39 હેકટર,પેટલાદતાલુકામાં 51 હેકટર, સોજીત્રા તાલુકામાં 26 હેકટર અનેતારાપુર તાલુકામાં 40 હેકટર ઉમેરઠ તાલુકામાં 40 હેકટર સહિત કુલ 329 વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...