ગ્રામપંચાયત ચૂંટણીનું મતદાન પૂર્ણ:આણંદ જિલ્લામાં સાંજે 5 વાગ્યા સુધી 57.11% મતદાન, અંતિમ કલાકોમાં પણ મતદાન મથકોમાં ભીડ જોવા મળી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા - Divya Bhaskar
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
  • કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર દ્વારા 1925નો સ્ટાફ ફાળવાયો

આણંદ જિલ્લામાં આજે વહેલી સવારથી ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. 180 ગ્રામ પંચાયતો પર 716 સરપંચના ઉમેદવારનું ભાવિ 7.48 લાખ મતદારો આજે નક્કી કરશે. જ્યારે 1053 વોર્ડની બેઠકો પર 2500 ઉમેદવારોનું ભાવિ 5.38 લાખ મતદારો નક્કી કરશે. જિલ્લાના લાંભવેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદારોનો ધસારો સતત વધતા મતદારોની લાંબી કતારો થઈ હતી. એક તરફ વધુ ઝડપી મતદાન કરી મતદાર પોતાની ફરજ પુરી કરવા માંગતા હતા. ત્યાં જ પોલિંગ બુથ સ્ટાફના તમામ કર્મચારીઓએ અચાનક રીસેસ પાડી દેતા મતદાન બંધ થઈ ગયું હતું. જેને લઈ ભારે હોબાળો મચ્યો હતો.

સાંજે 5 વાગ્યા સુધીના આંકડા
સાંજે 5 વાગ્યા સુધીના આંકડા

ધર્મજમાં બોગસ મતદાન થતા ભારે હોબાળો
ધર્મજ ગ્રામપંચાયતની ચૂંટણીમાંમાં બોગસ મતદાનને લઈ ભારે હોબાળો થયો હતો. આ અંગે બીરજુભાઈ પટેલે પ્રિસાઇડીંગ ઓફિસરને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મેં વોર્ડ નં.5માં ઉમેદવારી નોંધાવી છે. ગાંધી ચોકમાં રહેતા મહિલા મતદારના ચૂંટણી કાર્ડમાં નામ અને ફોટામાં તફાવત છે. આઈડી નંબર ખોટો છે. આ મતદાન સામે અમારો વિરોધ છે. જેથી જવાબદાર અધિકારી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ. આ ઉપરાંત જનરલ ઓફિસર પણ ફોન ઉપાડતાં ન હતાં. વારંવાર ફોન બાદ ઉપાડતાં રજૂઆત કરી હતી. જોકે, સંતોષકારક જવાબ આપી શક્યાં ન હતાં. આ અંગે વીડિયો પણ વાઈરલ કરવામાં આવ્યો હતો.

જિલ્લાના લાંભવેલ ગ્રામ પંચાયત ચૂંટણીમાં મતદારોનો ધસારો સતત વધતા મતદારોની લાંબી કતારો થઈ હતી. એક તરફ વધુ ઝડપી મતદાન કરી મતદાર પોતાની ફરજ પુરી કરવા માંગતા હતા. ત્યાં જ પોલિંગ બુથ સ્ટાફના તમામ કર્મચારીઓએ અચાનક રીસેસ પાડી દેતા મતદાન બંધ થઈ ગયું હતું. જેને લઈ ભારે હોબાળો મચ્યો હતો. ઉમેદવારો અને મતદારોમાં પણ ભારે રોષ પ્રવતતા અને તે અંગે ઝોનલ ઓફિસરને રજૂઆતો થતા તે દોડી આવ્યા હતા. આ મામલે માફી માંગી મામલો થાળે પડ્યો હતો. આણંદ જિલ્લામાં મત પ્રક્રિયા દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર દ્વારા 1925નો સ્ટાફ ફાળવાયો છે. ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં કુલ 69 ચૂંટણી અધિકારી અને 69 મદદનીશ ચૂંટણી અધિકારીની નિગરાની હેઠળ દરેક તાલુકામાં મતદાન થશે. તેવી જ રીતે દરેક તાલુકા મથકે તે તાલુકાની પંચાયતોની ગણતરી હાથ ધરાશે. જિલ્લાની 180 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ઊભા કરવામાં આવેલા 849 મતદાન મથકો પર 6061 સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...