• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Voter List Reform Campaign In Anand District, These Four Days In The Month Of November At The Nearest Polling Station BLO. Will Be Present

મતદાર યાદીમાં સુધારણા:આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ, નવેમ્બર મહિનામાં આ ચાર દિવસો નજીકના મતદાન મથકે બી.એલ.ઓ. હાજર રહેશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 14, 21 અને 27 અને 28મી નવેમ્બરે ખાસ ઝુંબેશ હાથ ધરાશે જિલ્લામાં કુલ 17 લાખ 24 હજાર 713 મતદારો નોધાયેલા છે

આણંદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરાયો છે. જે અંતર્ગત મતદારયાદી શુદ્ધતા કાર્યક્રમમાં મતદાર યાદીમાં નામોની નોંધણી કરવી, મતદારોની વિગતોમાં સુધારો કરવા અને અવસાન પામેલા, સ્થળાંતરીત મતદારોના નામ અને મતદાર યાદીમાંથી દુર કરવા, ઓળખકાર્ડમાં રહેલી ભુલો દુર કરવી, ઇમેજ સુધારવી સહિતની બાબતે સુધારો કરાવી શકાય છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી નવેમ્બર મહિનામાં શરૂ થવાની છે. આણંદ જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગમાં પ્રત્યેક મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ખાસ ઉપસ્થિત રહેશે. જયાં મતદારો મતદાર યાદીની વિગતો ચકાસી શકશે તેમજ નામ નોંધણી કરાવવા માટે જરૂરી નિયત નમુનાનું ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકશે.

આણંદ કલેકટર અને જિલ્‍લા ચૂંટણી અધિકારી મનોજ દક્ષિણીએ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત હાથ ધરવામાં આવનાર ખાસ ઝુંબેશના દિવસોની વિગતો આપતાં કહ્યું હતું કે, આગામી તા. 14, 21, 27 અને 28ની નવેમ્બર રવિવારના ખાસ ઝુંબેશના દિવસોમાં સવારે 10.00 થી સાંજના 5.00 વાગ્યા દરમિયાન જિલ્‍લાની તમામ વિધાનસભા મતદાર વિભાગના તમામ મતદાન મથકે બી.એલ.ઓ. હાજર રહીને ફોર્મ સ્વીકારશે.

આ માટે મતદારો મતદાર યાદીમાં નામ નોધાવા, કમી કરવાના નિયત નમૂનાના ફોર્મ ભરી શકશે.આણંદ જિલ્‍લાના તમામ મતદાર વિભાગોમાં મતદાર રજિસ્ટ્રેશન ઓફિસરો, આસિ. રજિસ્ટ્રેશન ઓફિસરો, બુથ લેવલ ઓફિસરો, બી.એલ.ઓ.કાર્યરત રહેશે.

આણંદ જિલ્લામાં હાલ 8 લાખ 87 હજાર 278 પુરૂષ મતદારો અને 8 લાખ 37 હજાર 313 મહિલા મતદારો તથા 122 ત્રીજી જાતિના મળી કુલ 17 લાખ 24 હજાર 713 મતદારો નોધાયેલા છે.

આણંદ જિલ્લાના 07 વિધાનસભાના મતદાર વિભાગવાર જોઈએ ખંભાત વિધાનસભા મતદાર વિભાગમાં 1 લાખ 18 હજાર 015 પુરૂષ, 1 લાખ 09 હજાર 033 સ્‍ત્રી અને 01 ત્રીજી જાતિના મળી કુલ 2 લાખ 27 હજાર 049, બોરસદ વિધાનસભા મતદાર વિભાગમાં 1 લાખ 31 હજાર 796 પુરૂષ, 1 લાખ 22 હજાર 411 સ્‍ત્રી અને 03 ત્રીજી જાતિના મળી કુલ 2 લાખ 54 હજાર 120 ,આંકલાવ વિધાનસભા મતદાર વિભાગમાં 1 લાખ 12 હજાર 690 પુરૂષ, 1 લાખ 06 હજાર 573 સ્‍ત્રી મળી કુલ 2 લાખ 19 હજાર 263, ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગમાં 1 લાખ 36 હજાર 797 પુરૂષ, 1 લાખ 30 હજાર 154 સ્‍ત્રી અને 05 ત્રીજી જાતિના મળી કુલ 2 લાખ 66 હજાર 956, આણંદ વિધાનસભા મતદાર વિભાગમાં 1 લાખ 57 હજાર 243 પુરૂષ, 1 લાખ 52 હજાર 040 સ્‍ત્રી અને 06 ત્રીજી જાતિના મળી કુલ 3 લાખ 09 હજાર 289, પેટલાદ વિધાનસભા મતદાર વિભાગમાં 1 લાખ 19 હજાર 431 પુરૂષ, 1 લાખ 13 હજાર 872 સ્‍ત્રી અને 98 ત્રીજી જાતિના મળી કુલ 2 લાખ 33 હજાર 401 અને સોજિત્રા વિધાનસભા મતદાર વિભાગમાં 1 લાખ 11 હજાર 396 પુરૂષ, 1 લાખ 03 હજાર 230 સ્‍ત્રી અને 09 ત્રીજી જાતિના મળી કુલ 2 લાખ 14 હજાર 635 મતદારો નોંધાયેલા છે.

મહત્વનું છે કે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા જોઈએ તો તા. 1 નવેમ્બર 2021 ની સ્‍થિતિએ જિલ્‍લામાં કુલ 1810 મતદાન મથકો નોંધાયેલા છે. જેમાં 108-ખંભાત વિધાનસભા મતવિસ્‍તારમાં-240, 109-બોરસદ વિધાનસભા મતવિસ્‍તારમાં-264, 110-આંકલાવ વિધાનસભા મતવિસ્‍તારમાં- 242, 111-ઉમરેઠ વિધાનસભા મતવિસ્‍તારમાં-289, 112-આણંદ વિધાનસભા મતવિસ્‍તારમાં-301, 113-પેટલાદ વિધાનસભા મતવિસ્‍તારમાં-239 અને 114-વિધાનસભા મતવિસ્‍તારમાં-235 મતદાન મથકોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...