તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:આણંદમાં બારીમાંથી પ્રવેશી રૂ 1.90 લાખની મતાની ચોરી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવાર પાલિતાણા દર્શનાર્થે ગયો અને ઘરમાં ચોરી થઈ

આણંદ શહેરમાં પાયોનિયર હાઈસ્કૂલ પાસે આવેલા શક્તિ ભુવન ખાતે ત્રાટકેલા તસ્કરોએ બારી વાટે ઘરમાં પ્રવેશી રૂપિયા 1.90 લાખની મત્તા ચોરી કરતા આણંદ શહેર પોલીસે ચોરીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.આણંદ શહેરમાં પાયોનિયર હાઈસ્કુલ પાસે પાસે આવેલા શક્તિ ભુવનમાં દિપેશભાઈ અમૃતભાઈ ગાંધી રહે છે. મકાનના ઉપરના બે રૂમમાં દિપેશભાઈ ગાંધી તથા બીજા રૂમમાં તેઓના મોટાભાઈ સતિષભાઈ રહે છે.

ગત 27મીના રોજ બપોરે સતીષભાઈ પરિવાર સાથે પાલીતાણા ખાતે દર્શન માટે ગયા હતા. દરમિયાન રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનની પાછળના ભાગે આવેલી કિચનની બારીમાંથી ઘરમાં પ્રવેશી ચોરી કરી હતી.વહેલી સવારે પરિવાર પરત આવ્યો હતો અને ઘરમાં પ્રવેશતાં જ તમામ સામાન વેર વિખેર પડયો હોવાનું જોતાં જ ચોંકી ઉઠ્યા હતા. ઘરના ઉપરના માળે તપાસ કરતા ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, સોનાના પાટલા, મંગળસૂત્ર, ડોકીયું, પેન્ડન્ટ, બુટ્ટી, ચેન, ચાંદીના છડા, ચુડા, ચાંદીની લગડી તેમજ રોકડ મળી કુલ રૂપિયા 1.90 લાખની મત્તાની ચોરી કરી હતી. આ અંગે આણંદ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...