તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાના કેસ વધતા નિર્ણય:વિરસદ,પીપળાવ અને જલસણમાં સંક્રમણ વધતા સ્વૈચ્છિક લોકડાઉન

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ તેજ બનતા ભારે ફફડાટ

આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ બેકાબુ બનતા તેને નિયંત્રિત કરવા માટે ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોક ડાઉન જાહેર કરવામાં આવી રહ્યાં છે.જેમાં બોરસદ તાલુકાના વિરસદ આને ખંભાત તાલુકાના જલસણ ગામે એક સપ્તાહ માટે લોકડાઉન ગ્રામ પંચાયત દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

વિરસદ આને જલસણ ગામે સવારથી બપોર ના 1 વાગ્યા સુધી જ વેપારધંધા ચાલુ રાખી શકાશે. ત્યારબાદ તમામ બજારો બંધ રહેશે તેમજ ગ્રામજનોએ કામ સિવાય બહાર ન નીકળવા આને માસ્ક પહેરીને ઘરની બહાર નીકળવા પંચાયત દ્વારા જણાવવામાં આવ્યું છે. પીપળાવ ગામે કેટલા વેપારીઓએ લોકડાઉન ને ગંભીરતાથી ન લેતા હોવાથી ગ્રામ પંચાયત દ્વારા લોક ડાઉન કડક કરવામાં આવ્યું છે. તેમજ પોલીસને લેખિત રજૂઆત કરીને ચુસ્ત અમલ કરવા જણાવ્યું છે.

પીપળાવ આશાપુરી મંદિર ત્રણ દિવસ બંધ
પીપળાવ આશાપુરી મંદિર ટ્રસ્ટના વહીવટદાર દ્વારા કોરોના સ્થાનિક સંક્રમણને ધ્યાને લઇને તા 27 થી 29 માર્ચ સુધી મંદિર બંધ રાખવામાં આવનાર છે.તમામ ધાર્મિક કાર્યક્રમો મોકુફ રાખવા આવ્યાં છે. તેમજ મંદિર ના સેવકો દ્વારા પુજા અર્ચના કરવામાં આવશે તેમ જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો