તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:સીમરડામાં કોરોના સંક્રમણ અટકાવવા સ્વૈચ્છિક લોકડાઉન, ગાઈડલાઈનનું ઉલ્લંઘન થશે તો દંડ

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

આણંદ જિલ્લાના અન્ય તાલુકાઓની જેમ પેટલાદ તાલુકામાં સંક્રમણ ગંભીર બન્યું છે. ત્યારે પેટલાદના સીમરડામાં કોરોના દર્દીઓનો આંક વધવાના કારણે ગામમાં સંક્રમણ ચેઇનને તોડવા માટે સરપંચ, વેપારીઓ અને ગામના અગ્રણીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંગે સીમરડા ગ્રામ પંચાયત દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સીમરડા ગામના મુખ્ય બજારમાં સવારના 7 થી 12 વાગ્યા સુધી કરિયાણા અને શાકભાજી દુકાનો ખુલ્લી રહેશે.

આ સાથે ગામમાં આવેલી તમામ પાનમસાલાની દુકાનો, ગલ્લાં સદતંર બંધ રાખવી તેમજ ગામા ના પ્રત્યેક નાગરિકોએ ફરજિયાત પણે કોરોનાની ગાઈડ લાઈનનો અનુસરવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું ઉલ્લઘન થશે તો તેને રૂા.500નો દંડ ભરવો પડશે. આ ઉપરાંત કોરોના પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા કોઈ પણ વ્યક્તિઓઅે ફરજીયાત પણે હોમ ક્વોરોન્ટાઈન થવંુ પડશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો