તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણને લઈ નાગરિકોમાં ભય ઉભો થયો છે. આણંદ શહેર અને તાલુકા બાદ ગ્રામ્ય સ્તરે વકરી રહેલા કોરોનાની વિકરાળતા પામી ગયેલા ગામો સ્વૈચ્છિક લોકડાઉનના નિર્ણયો થકી કોરોનાને અંકુશમાં લેવા પ્રયત્નો કરી રહ્યા છે. આણંદના ડેમોલ, રૂપિયાપુરા, સારસા, વિરસદ, મલાતજ, પણસોરા અને ચાંગા બાદ આજથી કોઠાવી ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી તંત્ર વેક્સિનેશના પોગ્રામને આગળ ધરી કોરોનાની વિસ્તરતી વાસ્તવિકતાથી મોં ફેરવી રહ્યું છે. જોકે, ગ્રામ પંચાયતના આગેવાનો અને સરપંચો પોતાની રીતે નિર્ણયો લઈ જન જીવનને ભરખી રહેલ કોરોનાને અટકાવવા મજબૂત નિર્ણયો લઈ રહ્યા છે.
આણંદના સોજીત્રા તાલુકાના 1500ની વસ્તી ધરાવતા ખોબા જેવડા કોઠાવી ગામમાં ચાર જેટલા કેસોએ ડંકો દેતા જ ગ્રામ્ય પ્રજા સળવળી ઉઠી અને સરપંચ, સભ્યો અને આગેવાનો સાથે કોરોના અટકાવ બાબતે મીટીંગ કરી હતી. જેમાં વેક્સિનેશનની સંખ્યા અસરકારક રીતે વધારવા સાથે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો હતો.
મહત્વનું છે કે, હાલ મલાતજ, પણસોરા અને ચાંગામાં સ્વૈચ્છિક લોકડાઉન ચાલી રહ્યુ છે ,ત્યારે આજથી કોઠાવી ગ્રામ પંચાયતે પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. આ બાબતે સરપંચ શ્રધ્ધાબેન પટેલ સાથે સંપર્ક કરતા જણાવ્યું હતું કે, ગામમાં શંકાસ્પદ કોરોનાના વધતા કેસો લઈ જનહિતને ધ્યાને લઈ નિર્ણય લેવાયો છે. આજથી 17 એપ્રીલ સુધી ગામમાં લોકડાઉન રહેશે. જેમાં સવારે 7થી 10 અને સાંજે 5થી 8 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રખાશે. જે મુજબ સવારે 10થી સાંજે 5 અને રાત્રે 8થી સવારે 7 કલાક સુધી સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. તમામ નાગરિકોને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા સૂચનાઓ આપવામાં આવી છે.
ગામડાઓએ કોરોના સંક્રમણ અટકાવવા લોકડાઉનની બાથ ભીડી
આણંદના ડેમોલ, રૂપિયાપુરા, સારસા અને વિરસદ બાદ મલાતજ, પણસોરા અને ચાંગા ગ્રામ પંચાયતે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું હતું. ગ્રામ્ય સ્તરે વકરતા કોરોનાને રોકવા સરકારી તંત્ર નિષ્ફળ રહ્યું હોવાથી સ્થાનિક આગેવાનો અને સરપંચો જાતે જ મોટા નિર્ણય લઈ કોરોનાના અટકાવમાં સ્વૈચ્છિક લોકડાઉનની બાથ ભીડી છે.
બોરસદમાં બગીચા બંધ
બોરસદ પાલિકા વિસ્તારમાં પણ કોરોના મહામારીનો ભોગ નાગરિકો બની રહ્યા છે. જેથી બોરસદના નગરજનોના જાહેર હિતમાં સંક્રમણની શક્યતા ધરાવતા બાગબગીચાઓ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આગામી 15મી એપ્રિલ સુધી શહેરમાં નગરપાલિકા સંચાલનમાં આવેલા બાગબગીચા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવનાર છે. જાહેર જનતા જોગ જાણકારી આપતી નોટીસ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.