તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખંભાત તાલુકાના નેજા ગામે ભરવાડની જોકમાં નિકુલભાઈ મનુભાઈ ભરવાડ પરિવાર સાથે રહે છે અને પશુપાલન કરી જીવન ગુજરાન ચલાવે છે. રવિવારે સાંજે સાત વાગ્યે તેમની નજીકમાં રહેતા ઘનશ્યામ, આનંદ, મહેશ, વિરમ, રઘુભાઈ ભરવાડ સહિત 22 ઈસમો લાકડી સહિતના મારક હથિયાર સાથે ધસી આવ્યા હતા. માતાજીનો પાડો રમતો મુકી હેરાન કરવા બાબતે ઝઘડો કરી મારામારી શરૂ કરી હતી. વિરમ ભરવાડે લાકડી નિકુલભાઈના માથાના ભાગે તેમજ આનંદ ભરવાડે રવિભાઈ ભરવાડના માથાના ભાગે લાકડી મારી દેતાં તેમને ગંભીર ઈજા થઈ હતી.
તેમણે હુમલા દરમિયાન નિકુલભાઈ અને મનીષભાઈના બાઈકની તોડફોડ કરી હતી. આ અંગે નિકુલ મનુ ભરવાડની ફરિયાદના આધારે ખંભાત ગ્રામ્ય પોલીસે 22 સામે ગુનો નોંધ્યો હતો. સામા પક્ષે લઘરામભાઈ એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, આ જ બાબતે મનુભાઈ ભરવાડ સાથે બોલાચાલી થઈ હતી. તેની રીસ રાખી રવિવારે સાંજે મનુ, નીતિન, રવિ, નરસિંહ, રામા, મનીષ, કનુ, અનિલ, હિતેશ, કાના, દશરથ સહિતના શખ્સો લાકડીઓ લઈ હુમલો કર્યો હતો. જેમાં લઘરાભાઈને ઈજા પહોંચી હતી. આ બંને બનાવની ખંભાત ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આરોપીઓ પૈકી એકનો કોરોના રીપોર્ટ પોઝીટીવ
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના બન્યા બાદ પોલીસ દ્વારા તુરંત જ ધરપકડની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં બંને પક્ષના મળી કુલ આઠથી નવ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા. જેમાં એક આરોપીનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.