તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:હાડગુડના યુવાનો પર આણંદનાં લોટીયા ભાગોળ પાસે અજાણ્યા શખ્સોનો હિંસક હુમલો ,એક ગંભીર

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ તોફાની બનાવને લઈને લોટીયા ભાગોળ વિસ્તારમાં ભારે તંગદીલી પ્રસરી ગઈ હતી

આણંદમાં લોટીયા ભાગોળ પેટ્રોલપંપ પાસે હાડગુડ ગામે બાઈક પર પરત જતાં યુવાનોની સાઇડ કાપી એક્ટિવા પર આવેલા બે શખ્સોએ ઝઘડો કર્યો હતો, તેમજ અન્ય યુવાનોને બોલાવી લાકડી અને લોંખડની પાઈપો વડે માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ હુમલામાં એક યુવકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે કરમસદ ખસેડવામાં આવ્યો છે. આ તોફાની બનાવને લઈને લોટીયા ભાગોળ વિસ્તારમાં ભારે તંગદીલી પ્રસરી ગઈ હતી. આ ઘટના અંગે આણંદ ટાઉન પોલીસે સાત અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ હાડગુડ ગામે રહેતા સહેજાદઅલી એહમદઅલી સૈયદ ગત રાત્રીનાં રોજ સબેબારાતનો તહેવાર હોઈ રાત્રીનાં સાડા દસ વાગ્યાની આસપાસ પોતાનાં મિત્રો ઝુબેરઅલી કરામતઅલી સૈયદ, ફેજાનઅલી સબ્બીરઅલી સૈયદ, લાલુ સૈયદ, સમીરઅલી સૈયદ, શહદ સૈયદ, કામીલઅલી ઈમ્તીયાજઅલી સૈયદ, નેઅમતઅલી સૈયદ, સાજીદખાન સૈયદ, રઉફ સૈયદ સહીતનાં મોટરસાયકલો અને એકટીવા લઈને આણંદનાં લાંભવેલ રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલમાં ચ્હા પીવા ગયા હતા અને ચ્હા પીને તેઓ રાત્રીનાં સાડા અગીયાર વાગ્યાની આસપાસ હાડગુડ ગામે પરત જઈ રહ્યા હતા.

જે સમય દરમ્યાન શહેરમાં લોટીયા ભાગોળ પેટ્રોલપંપ પાસેથી પસાર થતી વખતે પાછળથી એકટીવા મોપેડ લઈ આવેલા અજાણ્યા યુવકે સહેજાદની મોટર સાઈકલની ઓવરટેક કરીને તું કેમનું ચલાવે છે તેમ કહી ગાળો બોલતા સહેજાદએ ગાળો બોલવાની ના પાડતા એકટીવા મોપેડ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ સહેજાદ અને પાછળ બેઠેલા ઝુબેરને લાફા મારી ગડદાપાટુનો માર માર્યો હતો. આ સમયે બાઈક લઈને તેમજ અન્ય રીતે બીજા પાંચ શખ્સોએ આવીને સહેજાદ અને ઝુબેર સાથે મારામારી કરતા મામલો તંગ બન્યો હતો.

આ દરમિયાન સહેજાદનાં અન્ય મિત્રો આવી જતા તેઓ સહેજાદ અને ઝુબેરને છોડાવવા વચ્ચે પડતા સાત અજાણ્યા શખ્સોએ લાકડાનાં દંડા, લોખંડની પાઈપો અને લોંખડનાં સળીયા વડે હુમલો કરી માર મારતા સહેજાદ અને ઝુબેર ગભરાઈને પોતાનું મોટર સાયકલ ત્યાંથી મુકીને ભાગી ગયા હતા અને ગામનાં શબ્બીરઅલી મંહમદઅલી સૈયદને ફોન કરતા શબ્બીરઅલી અને ઈકબાલઅલી આસીફઅલી સૈયદ આવી જતા તેઓ ધટના સ્થળે જતા સાતેય જણાએ ઈકબાલઅલી, મંહમદઝુબેર, શબ્બીરઅલી, સમીરઅલી અને સાજીદખાનને પણ લોખંડનાં સળીયા અને લાકડાનાં દંડા વડે માર મારી માથામાં કમરનાં ભાગે તેમજ હાથ પગમાં ઈજાઓ કરી હતી.

આ સમયે ભારે હોબાળો થતા આસપાસનાં લોકો દોડી આવ્યા હતા અને ટોળુ મોટું એકત્ર થઈ જતા સાત અજાણ્યા શખ્સોએ જો હવે આ બાજુ આવશો તો તમને જીવતા જવા નહી દઈએ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ત્યારબાદ આ ધટનામાં સમીરઅલી સૈયદને ગંભીર ઇજાઓ થઈ હોય અને સાજીદખાનને પણ વધારે ઈજાઓ થઈ હોય તેઓને ત્વરીત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જયારે ઈકબાલઅલી, મહંમદ ઝુબેર અને શબ્બીરઅલીને આણંદની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મહત્વનું છે કે આ મારામારીમાં સહેજાદને પણ ડાબી આંખ પાસે ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે આણંદ ટાઉન પોલીસે સહેજાદઅલી અહેમદઅલી સૈયદની ફરીયાદનાં આધારે મોટરસાયકલનં. જી.જે.23 એડી 6143નાં ચાલક અને અન્ય છ અજાણ્યા શખ્સો સહીત સાત જણા વિરૂદ્ધ ઈપીકો કલમ 323, 324, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો