વિવાદ:ડીડીઓના પીએ તરીકે સરકારી કર્મીને ન રાખવાના નિયમનો ભંગ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતમાં 2 વર્ષથી સરકારી કર્મીની પીએ તરીકે નિમણૂક

આણંદ જિલ્રાલા પંચાયતમાં અધિકારીઅોના પીઅે તરીકે સરકારી કર્મીને રખાતાં વિવાદ થયો છે. રાજ્ય સરકારના એક પરિપત્ર ના આદેશ મુજબ જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી કે અન્ય અધિકારી દ્વારા વર્ગ-03 ના કર્મચારીને પર્સનલ આસિસ્ટન્ટ (પી.એ) તરીકે રાખવામાં ન આવે.

તે અંગે સરકારે દરેક જિલ્લા પંચાયતમાં પરિપત્ર પાઠવીને વહીવટી સંવર્ગમાં નિમવામાં આવતા આવા પદ નહિ રાખવા સૂચના સાથે આદેશ આપેલ છે. તેમછતાં પરિપત્રનું ઉલ્લંઘન કરીને આણંદ જિલ્લા પંચાયતમાં ડીડીઓ સહિત કેટલાંક અધિકારીઓ વર્ગ -03ના કર્મચારીઓ મળી 4 જેટલા પીએ તરીકે જુદા જુદા વિભાગમાં ફરજ બજાવે છે.જેને પગલે વિપક્ષ અને કેટલાંક કર્મચારીઓમાં છૂપો રોષ ઉઠવા પામ્યો છે.

બીજી તરફ આવા મનસ્વી નિર્ણયોના કારણે એક વિભાગમાં કર્મચારી ઓછા હોય અને વધારાની જવાબદારી ના પગલે અન્ય વિભાગની કામગીરી ઉપર સીધી અસર પડતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. છતાં આણંદ જિલ્લા પંચાયતમાં ડીડીઓ સહિત કેટલાંક અધિકારીઓ વર્ગ -03ના કર્મચારીઓને પીએ તરીકે રોકી રાખતાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

એક્ઝિ. આસિસ્ટન્ટ વધારાની ફરજ બજાવે છે
જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારીઓએ એક્ઝિક્યુટિવ આસિસ્ટન્ટ છે.અને તે વધારાની ફરજ પરની કામગીરી કરતા હોય છે. એ કર્મચારી પી.એ નથી એમ કહી વાત પૂર્ણ કરી હતી .> મિલિંદ બાપના, ડીડીઓ, આણંદ

અન્ય સમાચારો પણ છે...