તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા 6 લેન રોડ બનતા ગ્રામજનોને અવરજવરમાં મોટો ફેરો થતો હતો. જે અંગે સરકારમાં સંબંધિત તંત્ર અને અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હતી. જોકે તંત્ર દ્વારા આ બાબતે કોઈ વાત ધ્યાને ન લેતા અને હાઇવેનું કામ રાબેતા મુજબ ચાલુ રહેતા ગ્રામજનો વિફર્યા હતા. શનિવારે પોતાની ન્યાયિક લડતને લઈ ડભાસી ગ્રામજનોએ હાઈવે ઉપર ચક્કાજામ કરતા પોલીસ તંત્ર પહોંચ્યું હતું. ગ્રામજનોને કાયદો હાથમાં ન લેવા સમજાવ્યા હતા. જે દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં આઠ પોલીસ કર્મી ઘાયલ થયા હતા.
ગ્રામજનો આંદોલન કરવા મજબૂર થયા
બોરસદ ના ડભાસી ગામમાં 6 હજાર ઉપરાંતની વસ્તી છે.ગામમાંથી 3 હજાર ઉપરાંતની વસ્તી સામેની સાઇડ ઉત્તર દિશામાં રહે છે.હાઇવે બનતા તેઓને ગામમાં અવરજવર કરવા માટે કોઇ રસ્તો ન હોવાથી પારંવાર મુશ્કેલીઓ પડે છે.આ ઉપરાંત પ્રાથમિક શાળા અને બે આંગણવાડીઓ પણ સામેની બાજુએ આવેલી છે. જેને લઈ બાળકોને શાળાએ જવામાં મુશ્કેલીઓ પડે તેમ છે. આ સમસ્યાને લઈ ડાભાસી નાગરિકોને અવરજવર માટે 4 કિલોમીટર જેટલો ફેરો ફરીને ગામમાં પહોંચવું પડતું હોઈ ધન, સમય અને ઈંધણનો દુર્વ્યય થતો હોઈ ગ્રામજનો આંદોલન કરવા મજબૂર થયા હતા.
ધારાસભ્ય અને સાસંદને પણ રજૂઆત કરી
મહત્વનું છે કે બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા 6 લેન રોડનું કામ શરૂ થાય તે પહેલા ડભાસી પાટીયા પાસે આ માર્ગ નીચે ગરનાળુ કે અંદરપાસ મુકીને અવરજવરનો રસ્તો આપવા આવે તેવી માંગ સાથે ડભાસી ગ્રામજનોએ પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ અને સાંસદ મિતેશ પટેલને તેમજ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી ચુક્યા હતા. અધિકારીઓ કે રાજકારણીઓએ આ પ્રશ્નની ગંભીરતા ન સમજતા અને તેનો યોગ્ય નિકાલ ન કરતા આ મામલો વધુ બીચકયો છે.
હાઈવે પર પહોંચી ગ્રામજનોએ ધમાલ મચાવી
ગ્રામજનોની રજૂઆતો અને અવરજવરમાં પડતી તકલીફો બાબતે સરકારી તંત્ર તેમજ ચૂંટાયેલ ધારાસભ્યો અને સાંસદે ગંભીરતા ન દાખવતા આજે શનિવારે ગ્રામજનોએ પોતાની વ્યાજબી રજૂઆતોની માંગ સાથે કાયદો હાથમાં લેવા મજબૂર થયા હતા .ડભાસીના ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ટોળા સાથે પોતાની માંગના સૂત્રોચ્ચાર સાથે હાઇવે ઉપર પહોંચી ચક્કાજામ કરતા મોટો ઉહાપોહ અને ધમાલ મચી હતી. 1000 ઉપરાંત આંદોલનકારી ગ્રામજનો હાઈવે માર્ગ ઉપર ઉતરી આવી માર્ગ ઉપર કપચી અને મોટા પથ્થરો મૂકી દીધા હતા.
સમજાવટ દરમિયાન ઘર્ષણ થયું
મામલો ગંભીર ન બને અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ વણસે નહિ તે માટે આણંદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ ગ્રામજનોને સમજાવ્યા હતા.પરંતુ મામલો થાળે પડતો જણાતો નહોતો. ઘટના સ્થળે ક્યાંકથી કાંકરીચાળો થતા પોલીસે લાઠી ચાર્જ શરૂ કરી દીધો.જેને લઈ ગ્રામજનો આક્રોશીત થતા મામલો વધુ બીચકયો હતો. જેને લઈ પોલીસ અને ગ્રામજનો વચ્ચે હિંસક ઘર્ષણ શરૂ થઈ ગયું હતું. પોલીસની લાઠી સામે ગ્રામજનો અને આંદોલનકારીઓએ પથ્થરબાજી શરૂ કરી દીધી હતી. મોટી સંખ્યામાં આંદોલનકારીઓ દ્વારા પોલીસ કાફલા ઉપર અચાનક હુમલાથી પોલીસ ડઘાઈ ગઈ હતી.આ હિંસક ઘર્ષણમાં પોલીસની વાહનોને ભારે નુકસાન પહોંચ્યું છે.
ગ્રામજનોએ પથ્થરમારો કર્યો
આંદોલનકારી ગ્રામજનો હિંસક બની પોલીસ ઉપર બેફામ પથ્થરમારો કરતા પોલીસ જવાનો જીવ બચાવી ભાગવાનો વારો આવ્યો હતો.આજુબાજુ ના ખેતરોમાં પોલીસ જવાનો પથ્થબાજી થી બચવા દોડા દોડ કરી મૂકી હતી.જોકે અનંદોલનકારી ગ્રામજનોના આ હુમલામાં 8 જેટલા પોલીસ જવાનો ઘાયલ થયા છે અને તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તંગદીલીભર્યું વાતાવરણ સર્જાયું
આ હિંસક ઘટનાને લઈને મોટી તંગદીલી ફેલાઈ હતી અને ગ્રામજનોએ હાઈવેની બંને તરફ બેસી જઈ ચક્કાજામ કર્યું હતું. આ ઘટનાએ હિંસક સ્વરૂપ લીધું હોઈ આણંદના એસ.પી.અજીત રાજીયાણ, પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના અધિકારીઓ જીલ્લાભરની પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને મામલો કાબુમાં લીધો હતો.
પોલીસના લાઠીચાર્જ બાદ સ્થિતિ બગડી
ડભાસી પાસે સવારે 10 વાગે ગ્રામજનો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને માર્ગ પર ચક્કાજામ કર્યું હતું તે સમયે પોલીસએ કેટલાક લોકોની અટકાયત કરી તેઓને પોલીસ વેનમાં પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા જેને લઇ લોકોમાં રોષ ફાટી નિક્ળ્યો હતો. પોલીસએ તાબડતોડ ખુલ્લો કરાવ્યો હતો ત્યારબાદ મહિલાઓ પુનઃ માર્ગ પર બેસી ગઈ હતી જેના કારણે પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
રોડ પરથી હટાવવા માટે ભારે ખેંચતાણ
6 લેન રોડ પર બેસી ગયેલા ગામના આગેવાનોને હટાવવા માટે પોલીસે મોટા પ્રમાંણમાં કાફલો ઉતારીને ટીંગાટોળી કરી લોકોને હટાવ્યા હતા. જેના કારણે ભારે ખેચતાણ સર્જાઈ હતી.
પોલીસે ગામમાં ઘુસી તોડફોડ કર્યાનો આક્ષેપ
પોલીસે ગામમાં ઘુસીને ઘરની બહાર પાર્ક કરેલી કારના કાચ તોડી તથા બાઈકોને નુકશાન કરી તમામ બાઈકો ઉઠાવીને લઈ ગયા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો હતો.
માર્ગો પર કપચીના ટ્રકો ખાલી કરાવી દીધા
પથ્થરમારા બાદ ગ્રામજનોએ હાઇવેને બાનમાં લઇ લીધું હતું અને રોડ પર ફસાઈયેલી કપચી ભરેલા ટ્રકોને હાઇવે પર ખાલી કરાવી દઈ માર્ગ બંધ કરાવી દીધો હતો.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.