તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિજીલન્સની ટીમોએ દરોડા પાડી 6 વિજચોરોને રંગેહાથ ઝડપ્યા

આણંદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આણંદમાં વિજચોરોને રૂા. 1 લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો

આણંદ એમજીવીસીએલ દ્વારા વિજચોરી અટકાવવા માટે 4 જેટલી વિજીલન્સ ટીમોએ સપાટો બોલાવી આણંદ શહેર બોરસદ, પેટલાદ, ઉમરેઠ પંથકમાં દરોડા પાડી 6 જેટલા વિજચોરોને રંગેહાથ ઝડપી પાડી રૂ 1લાખ 6 હજારનો દંડ ફટકાર્યો હતો. એમજીવીસીએલ ધ્વારા વિજીલન્સ ટીમ બનાવી ઠેર ઠેર વિજ ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી.જો કે વિજચોરી થતી હોવાને પગલે વારંવાર વિજળી ડૂલ થઈ જતી હોય છે. જે પ઼વૃતિઓ અટાકાવવા માટે આણંદ,ખંભાત, બોરસદ, પેટલાદ, ઉમરેઠ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધરવપરાશ, કોમર્શિયલ, ખેતી વિષયલના કુલ 31 વિજ મીટરોની તપાસ હાથ ધરાઈ હતી.

આ સમયે 6 જેટલા વિજધારકોએ ડાયરેકટ લંગર નાંખવુ, વિજલોડ ઓછો હોય, ખેતરોમાં પાણીની મોટર ચાલુ કરવા સિંગલ ફેઈઝ લાઈટ હોય તો ટેટા મારીને વિજચોરી કરવામાં આવતી હોવાનુ રંગેહાથ ઝડપી પાડયા હતા.આમ તંત્ર ધ્વારા અધિનિયમ અન્વયે 1 લાખની રકમનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આમ આકરી ગરમીનો સામનો લોકોને કરવો પડે નહીં તે માટે એ.સી, પંખા ચાલુ રાખી લાઈટ બિલ બચાવવા માટે વિજચોરી કરતાં તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. આણંદ વિજીલન્સની ટીમો દ્વારા આણંદ શહેર સહિત જુદા-જુદા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો