તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વીજચોરી અટકાવવા વિજીલન્સના દરોડા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લામાં14 સ્થળેથી વીજ ચોરી ઝડપી 3.55 લાખ ઉપરાંતનો દંડ ફટકાર્યો

આણંદ જીલ્લામાં વીજ કંપની દ્વારા વિજીલન્સ ટીમો બનાવી આણંદ શહેર,બોરસદ,પેટલાદ, ખંભાત, ઉમરેઠ સહિત અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં વીજ મીટરો ચેકિંગ કરી દરોડા પાડવામાં આવતાં 14 વીજ ધારકોને રંગેહાથ વીજચોરી કરતાં ઝડપી પાડયા હતા.

આણંદ વિજ કંપનીના સૂત્રોએ જણાવેલ કે આણંદ જીલ્લામાં અસંખ્ય વિજ ધારકો વધુ બિલ આવે નહીં તે માટે વિજચોરીના નુશખાઓ અપનાવતાં હોય છે. જેના પગલે વીજલોડ ઓછો હોવા છતાં વિજચોરી કરવામાં આવે તો વારંવાર વીજળી ડૂલ થવાની પણ ફરિયાદો ઉઠવા પામતી હોય છે. જેથી તંત્ર દ્વારા ફલાંઈગ સ્કવોડ સહિતની કુલ સાત જેટલી ટીમો બનાવી હતી.ટીમો ધ્વારા આણંદ, બોરસદ, પેટલાદ, ખંભાત સહતિ જુદા જુદા ડિવીઝન હસ્તકના ફીડરોનાં ગ઼ામ્ય વિસ્તારોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી.જેમાં ધર વપરાશ, ખેતી વિષયક, કોમર્શિયલ કુલ 56 જેટલા વીજ મીટરો ચેક કરવામાં આવ્યા હતા.આ સમયે ડાયરેકટ લંગર નાંખવું સહિત અન્ય જુદાજુદા નુશખાઓ અપનાવતાં કુલ 14 વીજચોરોને રંગેહાથ ઝડપી પાડી રૂા.3 લાખ 55 હજાર ઉપરાંતો દંડ ફટકાયોઁ હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser