ફરમાન:રાત્રે 11 વાગ્યા સુધીમાં દુકાનો બંધ કરવા વિદ્યાનગર પોલીસનું ફરમાન

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિદ્યાનગરમાં દુકાનો 11 વાગ્યા સુધીમાં બંધ કરવા માટે વિદ્યાનગર પોલીસ દ્વારા નોટીસ જારી કરાઈ છે. જોકે, કોરોના બાદ માંડ-માંડ ધંધા રોજગાર થાળે પડી રહ્યા હતા ત્યાં પોલીસ દ્વારા ફરમાન કરાતા કેટલાંક દુકાનદારોમાં હાલ રોષની લાગણી પણ જોવા મળી રહી છે.

વિદ્યાનગર પોલીસ દ્વારા જારી કરવામાં આવેલી નોટીસમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલાંક ગલ્લાં-દુકાનો પાસે એકઠાં થયેલાં લોકો દ્વારા રાત્રિના સમયે અાડેધડ પાર્કિંગ કરવામાં આવે છે. જે અંગેની ફરિયાદ પોલીસને મળી છે. ઉપરાંત, કોરોનાના સમયમાં ગમે ત્યાં ભીડ એકઠી થતી હોય છે. જેને પગલે કોવિડ માર્ગદર્શિકાનું પાલન થતું નથી.

જેને પગલે હવેથી વિદ્યાનગરમાં 11 વાગ્યા સુધીમાં જ દુકાનો-ગલ્લાં બંધ કરી દેવાના રહેશે. આ ઉપરાંત, દુકાનદારોએ આગામી 14મીના રોજ લાયસન્સ સહિત દુકાનને લગતા ડોક્યુમેન્ટસ લઈને હાજર રહેવાનું રહેશે. જેમની પાસે મોડી રાત્રિ સુધી દુકાન ખુલ્લી રાખવાનું લાયસન્સ હશે તેઓ જ દુકાન ખુલ્લી રાખી શકશે. અન્યથા નિયમનો ભંગ કરનારા દુકાનદારો વિરૂદ્ધ કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...