તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિદ્ધાર્થ રાવ હત્યા કેસ:સિદ્ધાર્થ રાવનો ખોફ લોકોમાંથી દૂર કરવા માટે વિદ્યાનગર પોલીસે 2015માં સરઘસ કાઢ્યુ હતુ

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
વર્ષ 2015માં લૂટનો ગુનો નોંધાયો અ પછી કુખ્યાત સિદ્ધાર્થ રાવને સબક શીખવવા માટે તત્કાલીન પીએસઆઈએ તેનો વરઘોડો કાઢ્યો હતો. બાજુની ઈન્સેટ તસવીરમાં સુરતમાં હત્યા થઈ એ સમયે જે કાર લઈને આવ્યો હતો તે નજરે પડે છે. - Divya Bhaskar
વર્ષ 2015માં લૂટનો ગુનો નોંધાયો અ પછી કુખ્યાત સિદ્ધાર્થ રાવને સબક શીખવવા માટે તત્કાલીન પીએસઆઈએ તેનો વરઘોડો કાઢ્યો હતો. બાજુની ઈન્સેટ તસવીરમાં સુરતમાં હત્યા થઈ એ સમયે જે કાર લઈને આવ્યો હતો તે નજરે પડે છે.

ખંડણી, અપહરણ, લૂંટ અને ધમકી આપવા સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત સિદ્ધાર્થ રાવની સુરતમાં હત્યા કરવામાં આવી છે ત્યારે આણંદ-વિદ્યાનગરમાં રહેતા રહીશોમાં પણ એક તબક્કે અચરજ ફેલાયું છે. જોકે, સમગ્ર ઘટના સંદર્ભે પાંચ વર્ષ અગાઉ લૂંટના ગુનામાં તેનો જાહેરમાં વરઘોડો કાઢનારા હાલના અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના તત્કાલિન પીએસઆઈ કે.એસ. દવેએ વરઘોડો કાઢવા પાછળના કારણો જણાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2015માં એનઆરઆઈ સંદીપ પટેલે તેના વિરૂદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી હતી. જોકે, મને પોસ્ટીંગ મળ્યું એ પછી સૌથી વધુ તેના વિરૂદ્ધમાં અરજીઓ મળી હતી. મોટાભાગના લોકો તેના વિરૂદ્ધ ફરિયાદ કરવા આવતા ન હોવાનું લોકો પાસેથી અને સ્ટાફ પાસેથી જાણવા મળ્યું હતું. ગુપ્ત રાહે તપાસ કરતાં જાણવા મળ્યું કે તે નામચીન છે અને તેના પિતાના ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. પૈસાની ઊઘરાણી કરવા જતો ત્યારે પણ તે મારામારી કરતો હતો. જોકે, તેનૌ ખૌફ એટલો હતો કે, લોકો રીતસરના ડરતા હતા. મારે લોકોનામાંથી ડર કાઢવો હતો.

બીજું કે તેને પણ સુધરવાનો મોકો મળે એ જરૂરી હતું. અને એટલે જ વર્ષ 2015માં વિદ્યાનગરના નાના બજાર-મોટા બજારમાં પોલીસે તેનો વરઘોડો કાઢી તેને ઉઠક-બેઠક કરાવી તે એક ગુનેગાર છે એવો અહેસાસ કરાવ્યો હતો. જોકે, આ ઘટના બાદ તેણે બાંહેધરી પણ આપી હતી અને જાહેરમાં તે કૃત્ય કરતો નહોતો. એક તબક્કે તેણે મને એવું પણ કહ્યું હતું કે, હવે તેના નાના ભાઈ સાથે સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાઈને વ્યસન છોડી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો